Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

અમદાવાદ: દક્ષિણ ઝોનમાં મનપાની ઈજનેર વિભાગની લાપરવાહીનુ ઉદાહરણ સામે આવ્યું: સોસાયટીમાં પાકો રોડ ન બનતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

અમદાવાદ: શહેરનાદક્ષિણ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગની લાપરવાહીનુ ઉદાહરણ સામે આવ્યુ છે.મ્યુનિ.ની લાપરવાહીના કારણે વટવા રીંગ રોડ પાસે આવેલી સોસાયટીમાં પાકો રોડ બનાવાતો ના હોવાથી રહીશો ત્રાહીમામ બની ગયા છે.

આ અંગે મળતી માહીતી મુજબ,વટવા રીંગ રોડ પાસે આવેલી શકિત ગાર્ડનીયા સામેનો રોડ છેલ્લા કેટલાય સમયથી ખોદકામ કરીને  મ્યુનિસિપલ ઈજનેર વિભાગ દ્વારા જેમની તેમ સ્થિતિમાં મુકી દેવામાં આવ્યો છે.સ્થાનિક આગેવાન મહેશ પટેલની મળેલી પ્રતિક્રીયા મુજબપાકો રોડ બનાવવામાં આવતો ન હોવાના કારણે રહીશોને વાહનચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.સામાન્ય વરસાદમાં પણ માટી ચીકણી થઈ જવાથી વાહનો બહાર મુકીને ચીકણી માટીમાંથી પસાર થવુ પડે છે.ચોમાસાની ઋતુમાં વધુ પરિસ્થિતિ ખરાબ બને એ અગાઉ તાકીદે રસ્તાનુ કામ કરવા તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

(5:37 pm IST)