Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કરજણ તાલુકાના દેથાણ નજીક ટ્રેન નીચે પડતું મૂકી યુવક-યુવતીએ મોતને વ્હાલું કર્યું

કરજણ:તાલુકાના દેથાણ ગામ પાસે આવેલ પ્લેઝર ઇન્ડિયા  કંપનીની પાછળથી પસાર થઈ રહેલી રેલવે અપ લાઈન પર આજે પોણા ચાર વાગ્યાની આસપાસ દેહરાદૂન - મુંબઈ એક્સપ્રેસ ટ્રેન નીચે કોઇ કારણસર પડતું મૂકીને યુવક અને યુવતીએ મોતને વ્હાલું કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મરણ જનાર યુવાન ૨૨ વર્ષનો કરણ કાનજીભાઈ રાઠોડ(રહે.નવીનગરી પોર, તા.વડોદરા) તેમજ મૃતક યુવતી જાંબુવા વડોદરાની હોવાનું જાણવા મળે છે. બંને યુવક યુવતીએ એક સાથે ટ્રેન નીચે પડતું મૂકી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે મનાય છે.

યુવક અને યુવતી બંને પ્રેમીપંખીડા હોવાનું પોલીસ માની રહી છે જો કે વધુ તપાસ બાદ સત્ય બહાર આવશે. પોલીસે બંને મૃતકોની લાશને પીએમ માટે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલી અપાઇ હતી.

(5:36 pm IST)