Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ગાંધીનગર:શેરથા નજીક પુરપાટ ઝડપે જતી કારે ચાલતા જતી મહિલાને હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર: જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી છે અને તેમાં પણ હીટ એન્ડ રનના બનાવોએ માથુ ઉંચકયું છે. ગઈકાલે સાંજના સમયે શેરથા ગામમાં રહેતાં વૃધ્ધા કાંતાબેન અને શારદાબેન ચાલતા જઈ રહયા હતા તે દરમ્યાન કલોલ અડાલજ હાઈવે માર્ગ ઉપરથી પુરઝડપે પસાર થતી કારે શેરથા કટ પાસે આ બન્ને મહિલાઓને અડફેટે લીધી હતી. ત્યારબાદ ત્યાંથી પસાર થતાં એક બાઈકને પણ આ કારે અડફેટે લઈ  કાર ચાલક ફરાર થઈ ગયો હતો.આ અકસ્માતની ઘટનાના પગલે આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં સ્થળ ઉપર પહોંચી હતી જયાં તપાસ કરતાં કાંતાબેનનું શરીરે ગંભીર ઈજાઓના કારણે સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. જયારે ઘાયલ બાઈક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તો આ ઘટના અંગે મૃતક મહિલાના પુત્ર રમણજી પોપટજી ઠાકોરની ફરીયાદના આધારે અડાલજ પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ વધી છે અને વાહનચાલકો અકસ્માત સર્જી ફરાર થઈ રહયા છે ત્યારે સીસીટીવી ફુટેજની મદદથી પણ પકડવામાં સફળતા મળતી નથી.

(5:28 pm IST)