Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

પાટણ નજીક ગેરકાયદે ચાલતું કોલ સેન્ટર ચાલતું હોવાનો પર્દાફાશ કરી પોલીસે બે આરોપીને 60 હજારના મુદામાલ સાથે ઝડપી પાડયા

સિધ્ધપુર:પાટણ એલસીબીને મળેલ બાતમી આધારે સિદ્ધપુરમાં ગેરકાયદેસર રીતે ચાલતું કોલ સેન્ટર સિધ્ધપુરના દેથળી નજીક પેરેડાઇઝ વીલા સોસાયટીમાં ગેરકાયદેસરનુ ડેપ્ટ સેન્ટર ( કોલ સેન્ટર ) ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. જે કોલ સેન્ટરમાંથી કિ.રૂ. ૬૦,૬૦૦/-ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

 પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એલ.સી.બી.પાટણના સ્ટાફના માણસો સિધ્ધપુર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમને મળેલી બાતમીના આધારે સિધ્ધપુરના દેથળી ગામથી તાવડીયા જવાના રસ્તા ઉપર આવેલ પેરેડાઇઝ વીલા સોસાયટીમાં ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચાલી રહ્યું છ.  આથી તેઓએ બાતમી મુજબના મકાન નં -૪૧ માં રેડ કરતાં આ મકાન ભાડે રાખી અને મદદમાં માણસો રાખી અમેરીકામાં ચાલતી કેશ એડવાન્સ નામની કંપનીના નામે અમેરીકા ખાતેના લોન એપ્લાય કરતા ગ્રાહકો સાથે છેતરપીંડી કરવામાં આવ તી હોવાનું જાણવા મળ્યું હતું.  આરોપીઓ અમેરીકાનો મોબાઇલ નંબર ડીસ્પલે ઉપર જનરેટ કરી તેમને લાલચ આપતા હતા. જેમાં લોન માટે ગ્રાહકોને  કન્વેન્સ કરી તેમની પાસેથી સિકયુરીટી ડીપોઝીટ પેટે ગિફટ કાર્ડ મારફતે પૈસા ટ્રાન્સફર મેળવી છેતરપિંડી કરવા હતા. પોલીસે આ ગુનાના કામે મુદામાલ સાથે બે આરોપીઓ સાથે પકડી પાડી  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:25 pm IST)