Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

પ્રાંતિજ તાલુકાના રાસલોડમાં સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

પ્રાંતિજ:તાલુકાના રાસલોડ ગામે બુધવારના રોજ સામાન્ય બાબતે બે જણા  ઝઘડાયા હતા એક ઈસમે બંન્નેને કહયું કે અહિ મારી ગાડી પાર્ક કરેલી છે તેથી ગાડીને નુકસાન થશે તેમ કહેતાં સંજય મારવાડી નામના ઈસમે  તેને અપમાનજનક જાતિવિષયક અપશબ્દો  કહ્યા હતા અને ગાળો બોલવાની ના પાડતાં સંજે મારવાડીએ ઉશ્કેરાઈ જઈ માર મારી વ્હોટ્સઅપ પર મેસેજ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે રાસલોડના ત્રણ શખ્સો વિરૂદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાસલોડ ગામે ગત બુધવારના રોજ રાત્રીના આઠ વાગે સંજયભાઈ મારવાડી અને મનોજભાઈ પરમાર વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં તેની બાજુમાં કમલેશભાઈ લાલજીભાઈ લેઉઆ(અનુસૂચિત જાતિ)ની ગાડી પાર્ક કરેલી હોઈ કમલેશભાઈએ બન્નેને જણાવ્યું કે અહિ મારી ગાડી પાર્ક કરેલી છે તેથી અહિં ઝગડો કરશો તો મારી ગાડીને નુકસાન જશે તેમ કહી સમજાવવા જતાં સંજય મારવાડીએ કમલેશભાઈને જાતિવિષયક અપમાનજનમ શબ્દો બોલ્યા હતા અને તું અહિથી નિકળીજા તેમ કહી  ગાળો બોલતાં કમલેશભાઈએ ગાળો બોલવાની ના પાડતાં સંજય મારવાડીએ ઉશ્કેરાઈ જઈ કમલેશભાઈને માર મારી તેમજ વ્હોટ્સઅપ પર મેસેજ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કમલેશકુમાર લાલજીભાઈ લેઉઆ (અનુ.જાતિ)એ રાસલોડના ત્રણ શખ્સો વિરૂદ્ધ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. જેમાં (૧) સંજયકુમાર મારવાડી (૨) જયેન્દ્રકુમાર અમરસિંહ ચૌહાણ  અને (૩) રમેશભાઈ  ઉર્ફે ડેની મારવાડી રમેશભાઈ  ઉર્ફે ડેની મારવાડી વિરૂદ્ધ પ્રાંતિજ પોલીસ  સ્ટેશને એટ્રોસીટી એકટ અનુસૂચિત જાતિ - જનજાતિ (અત્યાચાર નિવારણ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:24 pm IST)