Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

અમદાવાદ:હિંમતનગરમાં પોલીસની હદમાં વિવિધ સ્થળે ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા

અમદાવાદ:હિંમતનગરના બીડીવીઝન પોલીસની હદમાં આવેલા વિવિધ સ્થળે ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે શખ્સોને એક્ટીવા તથા રોકડ રકમ સહિત અંદાજે રૂ.૧.૦૫ લાખના મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી લઈ વધુ તપાસ માટે આ બંને શખ્સોને હિંમતનગર બીડીવીઝન પોલીસને હવાલે કરાયા છે.

 એલસીબીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમની ટીમ મંગળવારે હિંમતનગર ટાઉનમાં પટ્રોલીંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે શહેરના બે શખ્સો ઘરફોડ ચોરી કરવાના આશયથી એક એક્ટીવા પર ફરી રહ્યા છે. જે આધારે પોલીસે હિંમતનગરના જુના બજાર વિસ્તારમાં આવેલ ત્રણ ખુણીયા ઓટલા પાસે પાર્ક કરાયેલા એક્ટીવા  પર બેઠેલા બે ઈસમોને રોકી એક્ટીવાની ડેકી ખોલાવી હતી. આ ડેકીમાંથી પોલીસને લોખંડનું પક્કડડીસમીસ તથા છીણી મળી આવી હતી. તથા તેમની ઝડતી લેતા તેમની પાસેથી રોકડ મળી આવી હતી. જે અંગે પુછપરછ કરાતા પકડાયેલા હિંમતનગરની નાની વ્હોરવાડમાં રહેતા ઈરફાન અબ્દુલરહેમાન અબોલા તથા હાજપુરામાં રહેતા શાહરૂખમીયા અજીબમીયા શેખએ કબુલાત કરતા જણાવ્યુ હતું કે તેમણે બંનેએ તા.૨૭ જુનના રોજ સાંજના સુમારે પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાંથી ચોરી કર્યાનું કબુલ્યુ હતું.

(5:22 pm IST)