Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સંવેદનશીલ સરકારનો સંવેદનશીલ નિર્ણયઃ ભરૂચની પટેલ વેલફેર કોવીડ હોસ્પીટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસને રૂપીયા પાંચ લાખનું ઇનામ અપાશેઃ ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા

રાજકોટ, તા., : ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાઍ જણાવ્યું છે કે ભરૂચ ખાતેની પટેલ વેલફેર કોવીડ હોસ્પીટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપીયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે.

મંત્રીશ્રી જાડેજાઍ ઉમેર્યુ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીઍ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યુ કે, હોસ્પીટલમાં જ્યારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂ હતું, ત્યારે આ જવાનો ત્વરિત પહોîચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ બચાવવા સારૂ આ જવાનોઍ પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઈ રહેલા ૨૫ જેટલા દર્દીઓના જીવ બચાવ્યા છે અને અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહપૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્તિથિ જાળવી રાખી હતી. ઍટલા માટે ઍમને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.

(5:08 pm IST)