Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ગુજરાતી ફિલ્‍મમાં વિલન તરીકે છવાઇ જનાર અરવિંદ રાઠોડનું અવસાનઃ 250થી વધુ ફિલ્‍મો, નાટકો, સિરીયલો, હિન્‍દી-ગુજરાતી ફિલ્‍મોમાં અભિનયના ઓજશ પાથર્યા હતા

અમદાવાદ: ગુજરાતની ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનુ નિધન થયુ છે. ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડની આકસ્મિક વિદાયથી તેમના ચાહક વર્ગમા શોકનુ મોજુ ફરી વળ્યું છે. જેમ હિન્દી ફિલ્મોમાં એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલતો, તેમ ગુજરાતી ફિલ્મોના વિલનમાં અભિનેતા અરવિંદ રાઠોડનો દબદબો હતો.

આ ગુજરાતી કલાકારને 'મેરા નામ જૉકર' જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો. તેમણે અંદાજે 250 થી વધુ ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યુ છે. તેમણે અનેક હિન્દી ફિલ્મોમા પણ કામ કર્યુ છે.

અરવિંદ રાઠોડ સાથે દસ ફિલ્મોમા સાથે કામ કરનાર અભિનેત્રી ભાવિની જાનીએ તેમના વિશે કહ્યુ કે, અમે 10 ફિલ્મો સાથે કરી હતી. તેઓ બહુ જ ઉમદા કલાકાર હતા. તેઓ અન્ય કલાકારોને પણ હંમેશા મદદગાર રહેતા. તેમના નિધનથી ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝને મોટી ખોટ પડી છે.

અરવિંદ રાઠોડની ફિલ્મોગ્રાફી

જ્હોની ઉસકા નામ, બદનામ ફરિશ્તે, મહાસતી સાવિત્રી, કોરા કાગઝ, ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, સલામ મેમસાબ, ગંગા સતી, મણિયારો, જાગ્યા ત્યારથી સવાર, મા ખોડલ તારો ખમકારો, મા તેરે આંગન નગારા બાજે, અગ્નિપથ, ખુદા ગવાહ, અબ તો આજા સાજન મેરે

(4:27 pm IST)