Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

રથયાત્રામાં પરિસ્થિતિ મુજબ કયા પ્લાનનો અમલ કરવો તેની રૂપરેખા તૈયાર જ છે : આશિષ ભાટિયા

વિશ્વ હિન્દુ પરિષદનું નિવેદન, ગાંધીનગર પત્તા ખોલતી નથી તેવા સમયે મંદિરના મહંતના બ્યાનના સૂચિતાર્થ વચ્ચે પોલીસ વિવિધ રણ નીતિઓને આખરી ઓપ આપી રહી છે : અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ,રાજેન્દ્ર અસારી, પ્રેમવિર સિંહ અને ગૌતમ પરમાર સહિતના અધિકારીઓ ભાવિકોની સુરક્ષા માટે સજજ, તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ, ડીસીપી કન્ટ્રોલ ડો.હર્ષદ પટેલ,મકરંદ ચોહાણ વિ.ને જવાબદારીઓઃ માત્ર ગાંધીનગર માટે જ નહિ,પોલીસ મુખ્ય પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશનર તથા તેમની સમગ્ર ટીમ માટે મોટી કસોટી હોવા છતાં અલગ અલગ ફૂલપ્રૂફ પ્લાન ઘડી કાઢયા છે તેમની સમગ્ર ટીમ માટે મોટી કસોટી હોવા છતાં અલગ- અલગ ફૂલપ્રૂફ પ્લાન ઘડી કાઢયા છે

રાજકોટ,તા.૧: રથયાત્રા માટે રાજય સરકાર તમામ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી જે રીતે રથયાત્રા માટે મંજૂરી આપશે, તે મુજબ લિમિટેડ માત્રા હશે તો પણ એસ.આર.પી. જેવા અર્ધ લશ્કરી દળો પણ સાવચેતી ખાતર સુરક્ષા બંદોબસ્તમાં સામેલ કરવામાં આવશે. તેમ 'અકિલા' સાથેની વાતચીતમાં રાજયના મુખ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું.

અત્રે યાદ રહે કે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા રાજયના મુખ્ય પોલીસવડા પાસે રથયાત્રા દરમિયાન ભાવિકોની સલામતી અને કોરોના મહમારી ધ્યાને રાખી કોઈ અસામાજીક તત્વો દ્વારા તથા રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા ગેરલાભ ન ઉઠાવાય તે માટે માંગણી કરવામાં આવી છે, જે સંદર્ભે તેઓ દ્વારા તેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ સ્કીમ અંતર્ગત વિવિધ પ્લાનો તૈયાર હોવાનું અને પોલીસ કોઈપણ  પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજજ હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રથયાત્રા મંદિર દ્વારા કાઢવામાં નહિ આવે તો તેમના દ્વારા નીકળશે તેવા નિવેદનના પગલે હવે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંતના રથયાત્રા માટે મંજૂરી મળે કે ન મળે રથયાત્રા નીકળશે તેવા નિવેદનને જાણકારો અલગ અંદાજથી જોઈ રહ્યા છે. તેવા. સમયે ગાંધીનગર હજુ પોતાના પત્તા ખોલતું નથી. આગામી વિધાનસભા ચુંટણી ધ્યાને રાખી નાની રથયાત્રા માટે મંજૂરી આપવી અને તમામ કાળજી લેવી તેવો વ્યૂહ વિચાર્યો હોય તેવી શકયતા નકરાતી નથી.                                        

 ગાંધીનગર માટે મુશ્કેલી એ છે કે મંજૂરી આપ્યા બાદ મેડિકલ એસો.સહિત જવાબદાર લોકો, સેન્ટ્રલ આઇબી, સ્ટેટ આઈબી વિગરે દ્વારા અપાયેલ ચેતવણી બાદ કોઈ તકલીફ સર્જાય તો કોર્ટમાં જવાબ આપવામાં પણ મુશ્કેલી પડે.આમ ગાંધીનગર માટે તો ભારે કસોટી છે.                   

બીજી તરફ રથયાત્રા માટે બે માસ પહેલા તૈયારીઓ શરૂ કરી દેવાની હોય છે, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તથા તેમના અનુભવી ટીમની પણ કસોટી હતી,આમ છતાં આ ટીમ દ્વારા પણ રથયાત્રા અંગે અવઢવ છતાં અનેક પ્રકારના પ્લાન રેડ્ડી રાખી દેવામાં આવ્યા છે.

  • મુખ્ય પોલીસ વડા દ્વારા 'અકિલા' સમક્ષ વાયરલ અફવા અંગે ખડખડાટ હાસ્ય સાથે ખૂલાસો
  • આશિષ ભાટિયા કરોડરજજુના ઓપરેશન માટે અમેરીકા જઈ રહયાની વાત બિલકુલ ખોટી

રાજકોટઃ ઘણા સમય થયા ગુજરાત પોલીસ તંત્રના ગૌરવસમાં મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા કરોડરજ્જુંના ઓપરેશન માટે અમેરિકા જવાના હોવાના અને ત્રણ માસ સુધી રજા પર રહેવાના હોવાના સમાચારો કોઈ ભેજાબાજો દ્વારા વાયરલ કરાતા પોલીસ તંત્રના નિષ્ઠાવાન અધિકારીઓ અને સ્ટાફ સાથે તેમના  વિશાળ શુભેચ્છકોમા ચિંતાની લાગણી પ્રસરી હતી.   

ખૂબ જ મજબૂત મનોબળ ધરવતા અને કોઈ જાતના ઉશ્કેરાટ વગર કામ લેવાયા ટેવાયેલ આ અધિકારીને પોતાના શુભેચ્છકો દ્વારા સતત વ્યકત થતી ચિંતા અંગે ચિંતા ન કરવા સાથે આ અફવાના મૂળ સુધી પણ પહોંચી ગયા હતા.                                  

 અકિલા સાથેની વાતચીતમાં તેઓએ ખડખડાટ હસતા જણાવેલ કે, આ સમાચાર તદન ખોટા છે, અફવા અંગે ખરાઈ કર્યા વગર આગળને આગળ અફવા ધપાવી,સોશ્યલ મીડિયા આવિષ્કાર બાદ મહાનુભાવો માટે સમજ્યા જાણ્યા વગર આવી અફવાઓ ફેલાવવી એ આમતો નવી વાત નથી, પરંતુ લોકો વાતની સત્યતા જાણ્યા વગર કોઈની બીમારી વિગેરે બાબતે જે અફવાઓ વાયરલ કરે છે, તે પદ્ધતિ ખૂબ ચિંતાજનક છે તેમ જાણકારો માની રહ્યા છે.

(3:16 pm IST)