Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

રાજય સરકાર દેશી ગાય આધારીત ખેતીને પ્રોત્સાહનરૂપે આર્થિક મદદ કરશે

ડાંગ જીલ્લાને રસાયણમુકત જીલ્લો બનાવવા પહેલ

ગાંધીનગરઃ રાજય સરકારે ડાંગ જીલ્લાને સંપૂર્ણ રસાયણમુકત જીલ્લો બનાવવાની દિશામાં આયોજન કર્યુ છે. જેના માટે દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહાયની રાજય સરકારે યોજના બનાવી છે.

આ યોજના હેઠળ જે ખેડૂત રસાયણીક ખાતર અને દવાઓનો ઉપયોગ કર્યા વગર દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરશે અને ગાય પાળશે તેને પ્રોત્સાહનરૂપે ખરીફ પાકમાં પ્રતિ હેકટરે પાંચ હજાર અને રવી પાર્કમાં પણ પાંચ હજાર પ્રતિ હેકટરે રકમ ચૂકવાશે.

હાલમાં જ રાજયપાલ દેવવ્રતજીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ઉપર જોર આપેલ. તેમણે દેશ માટે ગાયનું પાલનથી સંરક્ષણથી તથા સ્વાસ્થ્ય, આહાર માટે પ્રાકૃતિક કૃષી જ એક માત્ર શ્રેષ્ઠ ઉપાય ગણાવેલ. ખેડૂતો ૨૯ જુલાઇ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. રકમ તેમના ખાતામાં જમા થશે. ખેડૂતોને બંને સીઝનમાં બે-બે હેકટર સુધી સહાય મળી શકશે તેમ ડાંગ જીલ્લાના આત્મા પ્રોજેકટના ડાયરેકટર પ્રવીણ માંડાણીએ જણાવેલ.

(3:15 pm IST)