Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કોમી એખલાસના બલિદાન વીરો વસંત - રજબની ૭૫મી પુણ્યતિથિએ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી, મહંતશ્રી દિલીપદાસજી મહારાજ વગેરે દ્વારા પુષ્પાંજલિ અર્પણ...

ઇતિહાસમાં ગુજરાતના રાજનગર અમદાવાદ એના બત્રીસ લક્ષણો સપૂતોથી ઉજળું છે. પહેલી જુલાઈનો વસંત-રજબ સ્મૃતિ દિવસ વરસોવરસ એની સાખ પૂરે છે. વસંતરાવ હેગિષ્ટે એક મહારાષ્ટ્રી હિંદુ હતા. અમદાવાદમાં ઉછરેલા ગુજરાતી વ્યાયામ વીર અને રજબઅલી લાખાણી એ ગુજરાતી મુસ્લિમ.

અમદાવાદ શહેર પોલીસે વસંત-રજબની મિત્રતા અને આત્મબલિદાનનું ઋણ ચૂકવવા માટે દોસ્તી અને માણસાઈનાં દર્શન કરાવતું દેશનું આ પ્રકારનું સર્વપ્રથમ મેમૉરિઅલ ‘વસંત-રજબ: બંધુત્વ સ્મારક’નું ‘ગાયકવાડ હવેલી’ના ઐતિહાસિક પરિસરમાં નિર્માણ કરેલ છે. ૨ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ ગાંધી જયંતીના દિને ‘વર્લ્ડ પીસ સેન્ટર’ – સ્મૃતિ મંદિર ઘોડાસરથી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં ‘શાંતિકૂચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વસંત-રજબ: બંધુત્વ સ્મારક’નું ‘ગાયકવાડ હવેલી’ મુકામે આ શાંતિકૂચનું સમાપન થયું ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પૂજ્ય સ્વામીજી મહારાજનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી દ્વારા સંશોધિત આ પ્રોજેક્ટ જોઇને બાપા ખૂબ રાજી થયા હતા.

પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીની પરંપરાને આગળ ધપાવવા માટે આજે તા. ૧ જુલાઈના રોજ ‘વસંત-રજબ આત્મબલિદાનની ૭૫મી પુણ્યતિથિ’એ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી જિતેન્દ્રપ્રિયદાસજી બંધુત્વ સ્મારક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં

વેદ રત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજના પાદારવિંદથી ૨૦૧૫ માં પાવન થયેલા "વસંત- રજબ મેમોરિયલ - ગાયકવાડ હવેલી" - કોમી એખલાસના બલિદાન વીરો વસંત- રજબની ૭૫ મી પુણ્યતિથિએ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી, જગન્નાથ મંદિરના મહંતશ્રી દિલીપદાસજી, ઈમામ સાહેબ, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર વગેરે લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ તથા વસંત - રજબ બેમિસાલ બલિદાન પુસ્તક - ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં - દ્વિતીય આવૃત્તિનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

(1:59 pm IST)