Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

અમુલ બાદ હવે બરોડા ડેરી અને રાજકોટ ડેરી ડેરી એસો,એ દૂધના ભાવમાં વધારો ઝીકી દીધો

અમદાવાદ : થોડા દિવસો પહેલા સુમુલ ડેરીએ એક લિટરે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે આજે અમુલ ડેરીએ પણ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે અને હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, અમુલ ડેરી બાદ બરોડા ડેરી અને રાજકોટ ડેરી એસોસિએશને પણ તેમના દૂધના ભાવમાં વધારો કર્યો છે.

અમુલ ડેરી દ્વારા એક લિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે બરોડા ડેરીએ  પણ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા એક વર્ષથી દૂધના ભાવમાં કોઈ વધારો કરાયો ન હતો. ત્યારે હાલની સ્થિતિમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવા સહિતના કારણે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, દૂધ સિવાય અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

રાજકોટ ડેરી એસોસિએશન દ્વારા લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સ્થાનિક ડેરીઓમાં છૂટક દૂધ વેચતા ડેરીના સંચાલકોએ આ ભાવ વધારો કર્યો છે. ત્યારે રાજકોટમાં આ ભાવ વધારાનો ગુરૂવારથી અમલ કરવામાં આવશે. 50 થી 60 રૂપિયા લીટર દૂધમાં ક્વોલિટી મુજબ લીટરે 2 રૂપિયાનો વધારો  કરવામાં આવ્યો છે.

(12:53 am IST)