Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

રાણીપરા ગામ નજીક જુગાર રમતા ત્રણ શખ્શોમાંથી એકને રૂ.9,600 ના મુદામાલ સાથે LCB પોલીસે ઝડપી લીધો: બે વોન્ટેડ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નાંદોદ તાલુકાના રાનીપરા ગામ નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ વ્યક્તિઓને એલસીબી પોલીસે રોકડ સહિતના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે
  મળતી માહિતી મુજબ એલસીબી પોલીસએ બાતમીના આધારે રાણીપુરાથી ધોળીવાવ ગામ જવાના રસ્તા નજીક ખુલ્લી જગ્યામાં હાર જીતનો જુગાર રમી રમાડતા કિરણભાઇ કિશનભાઇ વસાવા(રહે , રાણીપુરા તા . નાંદોદ )પકડી લીધો હતો જ્યારે પ્રવિણભાઇ હિરાભાઇ વસાવા (રહે , રાણીપુરા) તથા અજયભાઇ જયેન્દ્રભાઇ વસાવા(રહે, તરોપા )પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા
પકડાયેલ કિરણ વસાવાની અંગ ઝડતી માંથી રોકડા રૂ .૩૫૦૦ તથા દાવ ઉપરના ૧૧૦૦ મળી રોકડા રૂ .૪૬૦૦ તેમજ મોબાઇલ ફોન નંગ- ૧ કિ.રૂ .૫૦૦૦ મળી કૂલ મુદ્દામાલ રૂ .૯,૬૦૦ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(9:08 am IST)