Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

નરખડી ગામ પાસે ટ્રેકટરને ટ્રકે પાછળથી ટકકર મારી પલટી ખવડાયું : અંદર બેઠેલા 3 લોકો કૂદી જતા આબાદ બચાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામ પાસે ટ્રક ચાલકે ટ્રેક્ટરને પાછળના ભાગે ટક્કર મારી ટ્રેક્ટર પલટી ખવડાવી નુકશાન કરતા ફરીયાદ નોંધાઈ છે
મળતી માહિતી અનુસાર નાંદોદ તાલુકાના કોઠારા ગામના ચિરાગભાઈ સુરેશભાઈ બારીયાએ આપેલી ફરીયાદ મુજબ તેઓ તેમના ગામના જયેશભાઇ દિનેશભાઇ બારીયા તથા રાહુલ ભાઇ પ્રવિણભાઇ બારીયા સાથે પોઇચા ગામની નર્સરી માં રોપા લેવા જતા હતા ત્યારે 29 જૂનની સાંજે નરખડી ગામ પાસે તેમના ટ્રેક્ટરને પુરપાટ આવી રહેલી એક ટ્રકના ચાલકે પાછળથી ટક્કર મારતાં ટ્રેક્ટર માં બેઠેલા ત્રણેય વ્યક્તિઓ કૂદી પડતા એમનો આબાદ બચાવ થયો હતો પરંતુ ટ્રેક્ટર પલટી ખવડાવતા  નુકશાન થયું હતું..રાજપીપળા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:24 pm IST)