Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ગરુડેશ્વર તાલુકાના ધીરખાડી ગામથી રૂ.બે લાખથી વધુના મુદામાલ સાથે 06 જુગરીયાઓને દબોચી લેતી પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના ગરુડેશ્વર તાલુકાના ધીરખાડી ગામમાંથી ગરુડેશ્વર પોલીસે જુગાર રમતા 06 જુગરીયાઓને મુદામાલ સાથે દબોચી લીધા હતા
  મળતી માહિતી મુજબ ધીરખાડી ગામમાં મહેશભાઇ સોમાભાઇ વસાવા(૨)વિજયભાઇ  નરસીભાઇ વસાવા (૩)મહેંદ્રભાઇ ચંપકભાઇ વસાવા (૪) શશીકાંતભાઇ ઈશ્વરભાઇ વસાવા (૫) જેંન્તીભાઇ શગદાભાઇ વસાવા (૬) કનુસિંગ શગદાભાઇ વસાવા(તમામ રહે-ધીરખાડી તા,ગરૂડેશ્વર જી.નર્મદા )જુગાર રમતા હતા ત્યા પોલીસે રેડ કરતા દાવ ઉપરના રૂ.૨૪૨૦ તથા અંગ ઝડતીના રૂ.૧૫,૩૩૦  તથા એક મારૂતી ઇકો ફોર વ્હીલ ગાડી નં GJ-31A-1255 જેની કિંમત રૂ/-૧,૫૦,૦૦૦ તથા એક મોટર સાયકલ હોન્ડા સાઇન નં GJ-06-ND-8242 જેની કિંમત રૂ/- ૩૫,૦૦૦  મળી કુલે રૂ/-૨,૦૦.૩૩૦ ગરુડેશ્વર પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે

(9:07 am IST)