Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સબંધો શર્મસાર : દાણીલીમડામાં પુત્રવધુ પર સસરાએ વારંવાર દુષ્કર્મ આચર્યું :દીકરીને મારી નાખવાની ધમકી

પરિણીતાએ તેની બહેનને જાણ કરી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ : દાણીલીમડા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય પરિણીતા પર 40 વર્ષીય સસરાએ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. બે સંતાનોની માતા તેના પતિને સસરાના અમાનવીય દુષ્કર્મ અંગે અનેક ફરિયાદો કરી પરંતુ કોઈ ફરિયાદ સાંભળી ન હતી. આખરે આ અંગે પરિણીતાએ તેની બહેનને જાણ કરી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

શહેરના દાણીલીમડા વિસ્તારમાં 20 વર્ષીય પરિણીતા પતિ, સાસુ, સસરા, બે સંતાનો અને નણંદ સાથે રહે છે. પતિ કોટ વિસ્તારમાં નોકરી કરે છે સસરા કંઈ કામ કરતા નથી. સાસુ આસપાસના લોકોના ઘરનું ઘરકામ કરે છે. ત્રણ મહિના અગાઉ સસરા અને પુત્ર વધુ ઘરે એકલા હતા. આ સમયે સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ આચર્યું હતું. સસરાના આ કૃત્યની જાણ પુત્રવધુએ તેના પતિને કરી હતી તેમ છતાં તેમણે આ અંગે કંઈ કીધું ન હતું. જેથી સસરા વારંવાર દુષ્કર્મ ગુજારવા લાગ્યા હતા.

આ અંગે કોઈને જાણ કરીશ તો દીકરીને ઉપરથી ફેંકી દઈ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ડરી ગયેલી પુત્રવધુએ આ અંગે કોઈને જાણ કરી ન હતી. ગત 21 મી જૂનના રોજ બપોરે પુત્રવધુ પર સસરાએ દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાનમાં બુધવારે સવારે પરિણીતાની બહેન તેને મળવા આવી હતી ત્યારે સસરાના આ કૃત્યની જાણ કરી હતી. જેથી તેની બહેને આ અંગે ફરિયાદ કરવા જણાવ્યું હતું. આ અંગે પરિણીતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં સસરા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી

A

(9:25 pm IST)