Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

લગ્ન કરવાની લાલચ આપી વડોદરાની યુવતી પર દુષ્કર્મ

વડોદરા લવ-જેહાદનું એપી સેન્ટર બન્યું : સોસિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સબંધમાં બંધાયેલી યુવતીને ફસાવીને યુવકે મકાનમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું

વડોદરા,તા.૩૦ : વડોદરા શહેર જાણે કે લવ-જેહાદનું એપી સેન્ટર બની ગયું હોય તેમ લવ-જેહાદનો નવો કાયદો અમલમાં આવ્યા બાદ એક પછી એક કિસ્સા બહાર આવ્યા છે. હવે એક વિધર્મી યુવકે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હોય તેવો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં નાગરવાડા ખાતે રહેતા સોહિલ સાજીદ શેખ સામે દુર્ષ્મની ફરિયાદ કરવામાં આવી છે. પીડિતાનો આક્ષેપ છે કે સોહિલ તેણીને લગ્નની લાલચ આપી હતી અને તાંદલજામાં એક મકાનમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદમાં પીડિતાએ ફરી વખત શરીર સંબંધ બાંધવાની મનાઈ કરતા આરોપીએ પીડિતાને માર પણ માર્યો હતો. સોહિલે પીડિતાને તેણીની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં પણ કર્યાં હતાં. આ મામલે પીડિતાએ આરોપી સોહિલ સાજીદ શેખ સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે. વડોદરા શહેરમાં બે જ અઠવાડિયામાં લવ-જેહાદનો ત્રીજો ગુનો નોંધાયો છે. જેમાં નાગરવાડાના ૨૦ વર્ષીય બેરોજગાર સોહિલ શેખે ફતેગંજની ૨૦ વર્ષની યુવતીને પહેલા સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદમાં લગ્ન કરી લેવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું.

      યુવતીની ફરિયાદ પ્રમાણે સોહિલ તેણીને લગ્ન પહેલા જ મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરવા લાગ્યો હતો. આ ઉપરાંત તે એવું પણ કહેતો હતો કે તારે મારી બીજી પત્ની સાથે પણ રહેવું પડશે. લગ્ન પછી બુરખો પણ પહેરવો પડશે. આ મામલે આખરે કંટાળીને યુવતીએ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીનું કહેવું છે કે આરોપી તેને ઇમોશનલી બ્લેકમેઇલ કરતો હતો. સોહિલ સાથે તેણી ૨૦૨૦માં સોશિયલ મીડિયા થકી મળી હતી. જે બાદમાં સોહિત તેણીને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. પોતે તેને ખૂબ પ્રેમ કરે છે, તેણી વગર જીવી નહીં શકે તેવી વાતો કરવા લાગ્યો હતો. આ દરમિયાન સાહિલ યુવતીને મળવા આવવા માટે દબાણ કરવા લાગ્યો હતો. યુવતી મળવા આવતી હતી ત્યારે તેણીની મરજી વિરુદ્ધ અડપલાં કરતો હતો. એક મુલાકાત દરમિયાન તાંદલજા ખાતે સોહિલે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન ગત રવિવારે સોહિલે યુવતીને નાગરવાડા શાકમાર્કેટ ખાતે બોલવી હતી અને તેણીને એક થપ્પડ મારી દીધી હતી. આખરે યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં એવું પણ લખાવ્યું છે કે સોહિલ તેની પાસેથી પૈસાની માંગણી પણ કરતો હતો. આ ઉપરાંત ઝઘડો થતો હતો ત્યારે તે માર પણ મારતો હતો.

(9:05 pm IST)