Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ધરમપુરની સર્પદંશના કેસો માટે સાંઈનાથ હોસ્પિટલમાં ચોમાસાની સિઝન શરૂ થતા સર્પદંશના વધુ કેસો નોંધાયા

પહેલી એપ્રિલથી અત્યાર સુધીમાં સર્પદંશના 200 દર્દીને સારવાર : ખેતરમાં અચાનક પગ નહીં મુકવો, કોબ્રા બાઈટ ઘરમાં અને આજુબાજુમાં થતા હોય વિસ્તાર સાફ રાખવો.

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :ચોમાસાની શરૂઆત થતા સર્પદંશના કેસોમાં થયેલા વધારાને લઈ સાંઇનાથ હોસ્પિટલના સર્પદંશ કેસોના નિષ્ણાંત અને

  છેલ્લા ઘણા વર્ષોથી સર્પદંશ ઉજાગર અભિયાન ચલાવતા તબીબ ડો.ડી.સી.પટેલે સર્પદંશના ચિંતાજનક આંકડાઓને લઈ ચોમાસામાં વિશેષ તકેદારી રાખવા અપીલ કરી છે. સાંઈનાથ હોસ્પિટલમાં તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના એક દિવસમાં 21 સર્પદંશના ભોગ બનનારાઓ સારવાર માટે દાખલ થયા છે. જ્યારે 1 એપ્રિલ થી 24 જૂન સુધીની જો વાત કરવામાં આવે તો કોબ્રા-10, કોમનક્રેટ(મણિયાર) 4, રસલવાયપર(ખડચીતરો) 46, સોસ્કેલ્ડ વાયપર 14, બામ્બુ પીટ વાયપર-01 અને 125 દર્દી બિનઝેરી સર્પદંશના મળી 200ને સારવાર અપાઈ હતી

  .આ બાબતે ધરમપુર સાઈનાથ હોસ્પિટલના ડોકટર ડો.ડી.સી.પટેલે જંગલ વિસ્તારમાં રહેતા લોકો ને સાવચેતી રાખવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે ખેતરમાં અચાનક પગ નહીં મુકવો, કોબ્રા બાઈટ ઘરમાં અને આજુબાજુમાં થતા હોય વિસ્તાર સાફ રાખવો. ઉંદર જ્યા પ્રવેશે ત્યાં એ ખોરાક માટે આવે છે. જેથી દર પુરવા, મણીયાર (કોમન ક્રેટ) રાત્રે નીચે સુતેલાને કરડે છે જેથી મચ્છરદાની બાંધી સૂવુ સર્પદંશથી બચી શકાય.

(9:17 pm IST)