Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કોવિડ-૧૯ના નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાવતા જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ

આરટીઓ અને પોલીસનું સઘન ચેકિંગ : રૂા. ૩૭૯૭૦૦ નો દંડ વસુલાયો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણને ધ્‍યાને રાખી વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલે જિલ્લાના અધિકારીઓની તાકીદની બેઠકમાં આપેલી કડક કાર્યવાહીની સૂચના મુજબ તમામ વિભાગોને ફિલ્‍ડમાં દોડાવી સપાટો બોલાવ્‍યો હતો. જેમાં પોલીસ વિભાગ દ્વારા ૧૮૮ના ભંગના ગુના બદલ ૫૩ કેસો, મોટર વ્‍હીકલ એક્‍ટ-૨૦૭ મુજબ ચાર વાહન જપ્‍ત જ્‍યારે ૧૮૬૧ દંડિત વ્‍યક્‍તિઓ પાસેથી રૂા.૩,૭૨,૨૦૦નો દંડ તથા આર.ટીઓ. વિભાગ દ્વારા ૨૯ કેસોમાં ૭૫૦૦ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્‍યો છે

 ઔદ્યોગિક વિસ્‍તારોમાં પાંચ કંપનીઓમાં ૩૨૧ વર્કરોની તપાસ કરવામાં આવી હતી.કાલથી આ કાર્યવાહી ખુબ જ સઘન કરવામાં આવશે. જિલ્લામાં કે ઔદ્યોગિક વિસ્‍તારોમાં આવન-જાવન કરતા ટુ, થ્રી, ફોર વ્‍હીલર વાહનો કે પેસેન્‍જર બસોમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇન કરતા વધુ પેસેન્‍જરો  બેસાડવામાં આવશે, આર.ટી.ઓ. અને પોલીસ વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરી પરમીટ રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત માસ્‍ક વિના ફરતા તેમજ બિનજરૂરી લોકો ટોળે વળશે તો પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાશે, તેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી છે

(8:29 pm IST)