Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક નવા 675 કેસ : કુલ કેસની સંખ્યા 33318એ પહોંચી :વધુ 21 લોકોના મોત: મૃત્યુઆંક 1,869‬ થયો

અમદાવાદમાં સૌથી વધુ નવા 215 કેસ, સુરતમાં 201 કેસ, વડોદરામાં નવા 57,નવસારીમાં 24 કેસ, જામનગરમાં 15 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, રાજકોટ,ભરૂચ,અને વલસાડમાં 15 કેસ,બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 12-12 કેસ નોંધાયા : 368 દર્દીઓ સાજા થતા કુલ 24,038 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 675 નવા કેસ નોંધાયા છે અને વધુ 21 લોકોના મોત સાથે મૃત્યુઆંક 1869 થયો છે

   છેલ્લા 24 કલાકમાં વધુ 675 કેસ પોઝિટિવ નોંધાયા છે આ સાથે કુલ કેસની સંખ્યા 33,318 થઇ છે  જયારે વધુ 21 લોકોના મોત સાથે મૃત્યુઆંક 1869 થયો છે છેલ્લા એક પખવાડીયાથી કોરોના કેસ 500થી વધુ નોંધાયા છે. જયારે આજે સતત પાંચમા દિવસે કોરોના કેસનો આંકડો 600થી વધુ આવ્યો છે ગઈકાલે કોરોનાના વધુ 620 કેસ નોંધાયા હતા

  આ અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.

  આરોગ્ય વિભાગે જાહેર કરેલ માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 675 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 33,318 પર પહોંચ્યો છે.

   અમદાવાદમાં સૌથી વધુ 215 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 201  નવા કેસ નોંધાયા છે  વડોદરામાં નવા 57,નવસારીમાં 24 કેસ, જામનગરમાં 15 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, રાજકોટ,ભરૂચ,અને વલસાડમાં 15 કેસ,બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 12-12 કેસ નોંધાયા છે

 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 368 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 24,038 દર્દીઓ કોરોનાને મહાત આપી છે

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૧ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૬૭૫ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર............................................................... કેસ

અમદાવાદ કોર્પોરેશન................................... ૨૦૮

સુરત કોર્પોરેશન............................................ ૧૮૦

વડોદરા કોર્પોરેશન.......................................... ૫૦

નવસારી.......................................................... ૨૪

સુરત.............................................................. ૨૧

જામનગર કોર્પોરેશન....................................... ૧૫

રૂચ.............................................................. ૧૫

વલસાડ.......................................................... ૧૫

બનાસકાંઠા...................................................... ૧૨

સુરેન્દ્રનગર...................................................... ૧૨

મહેસાણા......................................................... ૧૦

રાજકોટ કોર્પોરેશન............................................. ૯

ખેડા.................................................................. ૯

ગાંધીનગર કોર્પોરેશન......................................... ૮

ગાંધીનગર......................................................... ૮

આણંદ............................................................... ૮

જુનાગઢ કોર્પોરેશન............................................ ૭

અમદાવાદ......................................................... ૭

વડોદરા............................................................. ૭

રાજકોટ............................................................. ૬

પંચમહાલ.......................................................... ૫

સાબરકાંઠા......................................................... ૫

મોરબી............................................................... ૪

ભાવનગર કોર્પોરેશન.......................................... ૩

અરવલ્લી.......................................................... ૩

જામનગર.......................................................... ૩

પાટણ................................................................ ૨

મહીસાગર.......................................................... ૨

બોટાદ............................................................... ૨

દાહોદ............................................................... ૨

છોટાઉદેપુર........................................................ ૨

નર્મદા................................................................ ૧

ગીર-સોમનાથ.................................................... ૧

કુલ.............................................................. ૬૭૫

 

(9:15 pm IST)