Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

બોડીલાઈનની બેદરકારી અને કોર્પોરેશનની વગર તપાસે દંડાયા

રાજસ્થાન હોસ્પિટલની કોઈ બેદરકારી ન હોવાનો દાવો :તપાસ કરતા જાણવા મળ્યુ છે કે, રાજસ્થાન હોસ્પિટલના સીસીટીવી ફુટેજ મુજબ ગેટ નવ મિનિટે ખૂલ્યો હતો

અમદાવાદ, તા. ૧ : રાજસ્થાન હોસ્પિટલમાં ૭૨ વર્ષના હરિશભાઈ કડિયાના મોત નિપજવા અંગે કોર્પોરેશન દ્વારા ઉતાવળમાં હોસ્પિટલ અને ટ્રસ્ટીઓને માતબર દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે ખરેખર રાજસ્થાન હોસ્પિટલમાં હરિશભાઈ કડિયાને સામાન્ય વેન્ટીલેશન વગરની બોલેરો એમ્બ્યુલન્સમાં ફક્ત ૪ લિટર દર મિનિટે ઓક્સિજનની અપૂરતી સુવિધાથી બોડીલાઈનહોસ્પિટલથી લાવવામાં આવ્યા હતા.એટલુ જ નહીં બોડી લાઈન હોસ્પિટલથી દર્દીની સારવારના કોઈ પેપર આજદિન સુધી રાજસ્થાન હોસ્પિટલમાં આપવામાં આવ્યા નથી. ઉપરાંત રાજસ્થાન હોસ્પિટલમાં દર્દીને લાવવામાં આવ્યા ત્યારે કોર્પોરેશન દ્વારા ઓકસિજનની જરુરિયાત  અંગે જાણ કરવામાં આવી નહોતી. હકીકતમાં તપાસ કરતા જાણવા મળ્યુ છે કે, રાજસ્થાન હોસ્પિટલના  સીસીટીવી ફુટેજ મુજબ ગેટ નવ મિનિટે ખૂલ્યો, બીજી સાત મિનિટે દર્દી સીસીયુમાં હતા, દર્દી શ્રી હરીશભાઈ, કડિયાને ટ્રાન્સફર પ્રોટોકોલ મુજબ આઈસીયુ ઓન વ્હીલમાં મોકલ્યા હોત તો દર્દીનું મોત નિવારી શકાત.

રાજસ્થાન હોસ્પિટલ છેલ્લા ૩૪ વર્ષથી કાર્યરત અમદાવાદની પ્રસિદ્ધ અને માનીતી ટ્રસ્ટની આર્થિક રીતે નબળા દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલ છે. ગુજરાત રાજ્ય સરકારની સાથે સહકારપૂર્વક કોવિડના આશરે ૧૦૦ જેટલા દર્દીઓની સારવાર કરી તેમને સાજા કરેલ છે.

રાજસ્થાન હોસ્પિટલ ખાતેની હકીકતે સીસીટીવી ફુટેજની વિગતો મુજબ, દર્દીને એમ્બ્યુલન્સના ગેટ હાજર થવાના સમય અને ગેટ ખોલવાના સમયમાં ફકત નવ મિનિટનો સમયગાળો અને પ્રેસમાં જણાવ્યા મુજબ ૩૫ મિનિટ નહીં. એમ્બ્યુલન્સ આવી ત્યારે તબીબો નર્સોની ટીમ ગંભીર દર્દીને સારવાર માટે લેવા માટે ગેટ પર હાજર થયેલ હતી. ત્યારબાદ દર્દીને ગ્રાઉન્ડ ફ્લોરથી બીજા માળે ફક્ત ૭ મિનિટમાં આઈસીસીયુમાં લઈ જવામાં આવેલ છે. જ્યાં તેમને પ્રોટોકોલ મુજબ સીપીઆર પણ આપવામાં આવેલ હતી.

દર્દી હરીશભાઈ કડિયા (ઉંમર ૭૨ વર્ષ) ડાયાબિટીસ, હૃદયરોગ અને વૃદ્ધાવસ્થાની કોમોબીર્ડ પરિસ્થિતિમાં તા. ૭/૬/૨૦૨૦ના રોજ લાઈફકેર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ અને તા. ૧૮/૬/૨૦૨૦ના રોજ સિરિયસ થતા રાજસ્થાન હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ હકીકતે ગંભીર દર્દીને એક હોસ્પિટલથી બીજા હોસ્પિટલ શિફ્ટ કરવામાં પ્રોટોકોલ ગાઈડલાઈન મુજબ જેનું ૧૫ લિટિર ઓક્સિજન સાથે એસઓપી૨-૮૨ હોય તે દર્દીને ટ્રાન્સફર કરવા માટે આઈસીયુ ઓન વ્હીલની સુવિધા સાથે દર્દીને હૃદય, ફેફસાં તથા મગજની સલામત ટ્રાન્સફર માટેની સુસજ્જ સુવિધાઓ ક્રિટીકલ કેર માટે અનુભવી તબીબી સાથે ટ્રાન્સફર કરવાના એએમસીના આદેશનુંસુશિસ્ત પાલન કરવાને બદલે દર્દી હરીશભાઈ કડિયાને સાદી બોલેરો એમ્બ્યુલન્સમાં ફક્ત ૪ લિટર દર મિનિટે ઓક્સિજનની અપૂરતી સુવિધા અને દર્દીના સગાઓ સાથે કોઈપણ જાતની ટ્રાન્સફર ફોર્મ કે રિફર ફોર્મ ભર્યા વગર મોકલ્યા હોવાનું બહાર આવ્ચુ છે.

(7:58 pm IST)