Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

વડોદરામાં કોરોનાના વધુ 58 કેસ પોઝીટીવ નોંધાયા :કુલ કેસની સંખ્યા 2338 થઇ : વધુ બે લોકોના મોત : કુલ મૃત્યુઆંક 57 થયો

શરણાઆ વિવિધ વિસ્તારો સહીત ગ્રામ્યમાં પાદરા , દશરથ , ચાપડ , ફર્ટીલાઇઝર નગર , જરોદ , શિનોરમાં પણ કોરોના કેસ નોંધાયા

વડોદરા : વડોદરામાં કોરોના કેડો મુકતો નથી આજે વધુ 58 કેસ પોઝિટિવ નોંધાયા છે અને વધુ બે લોકોના મોત  નિપજ્યા છે આ સાથે વડોદરામાં કુલ કેસની સંખ્યા 2338 થઇ છે અને મૃત્યુઆંક 57 થયો છે આજે વધુ 103 દર્દીઓને ડિસ્ચાર્જ કાર્ય છે અને કુલ 1704 લોકોએ કોરોનાને મ્હાત આપી છે                       

આજે વડોદરાના ઓ.પી.રોડ , ન્યુ.વી.આઇ.પી. રોડ, ખોડીયારનગર , ગોત્રી , ડભોઇ રોડ , ખારવાવાડ , માંજલપુર , હાથીખાના , અકોટા , ફતેપુરા , અટલાદરા , વારસીયા , ગોરવા , આજવા રોડ , નાગરવાડા , વાડી , તાંદલજા , સમા , કારેલીબાગ , યાકુતપુરા , દિવાળીપુરા , વાઘોડીયારોડ , સયાજીગંજ  વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે
 જયારે વડોદરા ગ્રામ્યમાં  પાદરા , દશરથ , ચાપડ , ફર્ટીલાઇઝર નગર , જરોદ , શિનોરમાં પણ કોરોના કેસ નોંધાયા છે 

(6:51 pm IST)