Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

નર્મદા જિલ્લાના હોમગાર્ડ,જીઆરડી અને ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને સરકાર કયારે પોલીસ કેડર આપશે.?

કોરોના મહામારીમાં ખડે પગે ફરજ બજાવતા સાચા યોદ્ધાઓની તરફેણમાં રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરે એ હિતકારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસની મહામારીમાં સપડાયેલ છે.ત્યારે ભારત દેશ પણ આ મહામારીના સકંજામાં સપડાયો હોય જેના પગલે એક બાદ એક લોકડાઉન ચાલતા આવ્યા છે ત્યારે નર્મદા માં સતત ખડેપગે રહેતા હોમગાર્ડ, જીઆરડી અને ટ્રાફિક બ્રિગેડના જવાનો સતત પોતાની નિષ્ઠાથી જવાબદારી બજાવી રહયા છે.જેથી ગુજરાત સરકાર તેમના વેતનમાં વધારો કરી પોલીસ કોન્સ્ટબલ કેડરમાં ગણી માસિક પગાર કરવામાં આવે તેવી માંગ આખા ગુજરાત માંથી ઉઠી હોય ત્યારે નર્મદા જિલ્લામાં પણ ફરજ બજાવતા આ જવાનો આકરી ગરમીમાં અને કોરોના સંક્રમણ વચ્ચે ખડેપગે રહી ફરજ બજાવતા હોય ત્યારે તેમને હાલ મળતું વેતન આજની મોંઘવારીમાં ઘણું ઓછું કહી શકાય માટે ગુજરાત સરકાર જો આ જવાનોની તરફેણમાં નિર્ણય લઇ તેમને પોલીસ કોન્સ્ટબલ ની કેડરમાં ગણી માસિક પગાર આપે તે જરૂરી.

(6:20 pm IST)