Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

નર્મદા જિલ્લામા હવે વ્યાજ ખોરોની ખેર નથી : નર્મદા જિલ્લા પોલીસ વડાનું સરાહનીય પગલું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં ઘણા સમયથી વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે જેમાં થોડાક સમય અગાઉ જ એક ગરીબ વ્યક્તિ એ વ્યાજખોરોના ત્રાસથી આત્માહત્યા કરી હોવાનો મામલો પણ સામે આવ્યો હતો સામાન્ય વ્યાજ દર કરતાં ખૂબ ઊંચા ભાવે કેટલાક વ્યાજખોરોની લેણદાર પાસે પઠાણી ઉઘરાણી કરી ધાક- ધમકી આપીને પૈસા પડાવવાનો ધંધો બેફામ ચાલતો હતો જેમાં કેટલાક જરીરીયાતમંદ લોકો આવા લૂંટારા ઓના ચક્રવ્યૂહ માં ફસાઈ જતા હતા
 અંતે વ્યાજે નાણા લેનાર વ્યક્તિ વ્યાજખોરો ના ત્રાસથી કંટાળી તોબા પોકારી ઉઠતા કેટલીક વખત તો તેમના અસહ્ય ત્રાસના કારણે મજબૂર થ ને આત્મહત્યા જેવું પગલું ભરવા મજબૂર થતા હતાં જેથી આવા વ્યાજખોરો ના ત્રાસને ડામવા તેમજ પઠાણી ઉઘરાણી કરતા લોકોને બરાબર શબક શીખવવા માટે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા એક પ્રજાજોગ અપીલ કરાઇ છે જેમાં જણાવ્યું છે કે કોઈ વ્યાજખોરો હેરાન કરે પઠાણી ઉઘરાણી કરે ઘાક ધમકી આપે તો એ બાબતે નર્મદા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર ઉપર કોલ કરો અને ફરિયાદ લખાવો પોલીસ આવા વ્યાજખોરો સામે કાર્યવાહી કરશે.ત્યારે જિલ્લા પોલીસ વડાના આ ફરમાનથી હવે વ્યાજખોરોનો ત્રાસ બંધ થશે જેથી પોલીસ વડાનો આ અભિગમ મધ્યમ, ગરીબ વર્ગના જરીરીયાતમંદોને આત્મહત્યા જેવું પગલું ભરતા જરૂર અટકાવશે.

(6:21 pm IST)