Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

નડિયાદમાં મકાન વેચવા જેવી બાબતે ઉશ્કેરાયેલ પુત્રએ પિતા પર ચપ્પુથી હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ: શહેરમાં મકાન વેચવા મુદ્દે મેમણ પરિવારમાં ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા પુત્રએ હાથમાંનું ચપ્પું પિતાના કમરના ભાગે મારી દઈ ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે ઈજાગ્રસ્ત બનેલા પિતાએ પત્ની અને પુત્ર વિરૂધ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં આવેલ મેમણ કોલોનીમાં રહેતાં મહંમદઈકબાલ ઉર્ફે ભા કાસમભાઈ મેમણ ફેરી થકી છૂટક વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ મોડી સાંજના સમયે મહંમદઈકબાલ પોતાના ઘરે હાજર હતાં. તે વખતે તેની પત્ની મુમતાઝબાનું અને પુત્ર સલમાને પોતાનું જમાતના ટ્રસ્ટનું મકાન વેચી દેવા અંગે વાત કરી હતી. જો કે મહંમદઈકબાલે મકાન વેચવાની ના પાડતાં ઘરમાં તકરાર શરૂ થઈ હતી. પોતે ઘરમાં રહેશે તો મામલો વધુ વકરશે તેમ માની મહંમદઈકબાલ નજીકમાં આવેલ યાસીનપાર્કમાં રહેતાં તેમના ભાઈના ઘરે જતાં રહ્યાં હતાં.

(5:58 pm IST)