Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કપડવંજ તાલુકાના પથોડા ગામે નજીવી બાબતે થયેલ મારામારીમાં ત્રણ શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત:પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી

કપડવંજ:તાલુકાના પથોડા તેમજ નડિયાદ તાલુકાના બામરોલીમાં નજીવી બાબતે ઝઘડાનો બનાવો બન્યાં હતાં. ઝઘડો ઉગ્ર બનતાં બંને બનાવોમાં મારામારીના દ્દશ્યો સર્જાયાં હતાં. બંને બનાવોમાં થઈ કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. અંગે પોલીસે ફરીયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ કપડવંજમાં આવેલ નિર્માણ સોસાયટીમાં રહેતાં પ્રિતેશભાઈ દિપકભાઈ પટેલની કપડવંજ તાલુકાના પથોડા ગામની સીમમાં સર્વે નં ૪૦ વાળી જમીન આવેલી છે. ગતરોજ બપોરના સમયે જમીનમાં લેવલીંગનું કામ ચાલતું હતું. તે વખતે બાજુમાં આવેલ ખેતરના માલિક દશરથસિંહ બચુસિંહ સિસોદીયા અને જનકબેન દશરથસિંહ સિસોદિયા હાથમાં ધારીયું તેમજ દાતરડું લઈ ત્યાં આવી પહોંચ્યાં હતાં. અને અમારા શેઢામાં ખોતરશો નહી તેમજ નાળીયામાંથી તમારે અવરજવર કરવી નહીં તેમ કહી પ્રિતેશભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યાં હતાં. ઝઘડો ઉગ્ર બની જતાં ઉશ્કેરાયેલા દશરથસિંહે હાથમાંનુ ધારીયું પ્રિતેશભાઈના હાથ ઉપર મારી દીધું હતું. તેમજ જનકબેને પણ હાથમાનું દાતરડું પ્રિતેશભાઈના બરડાંના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. બનાવની જાણ થતાં દશરથસિંહનું ઉપરાણું લઈ ગીરવતસિંહ મકનસિંહ પરમાર અને શૈલેષભાઈ રણવતસિંહ સિસોદીયા ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. તેઓએ પ્રિતેશભાઈના મોંઢાના ભાગે પાઈપ ફટકારી દેતાં પ્રિતેશભાઈ લોહીલુહાણ થયાં હતાં. જમીન પર લેવલીંગનું કામ કરતાં જેસીબીના માલિક દેવાભાઈ પરચણભાઈ રબારી પ્રિતેશભાઈને છોડાવવા ઝઘડામાં વચ્ચે પડતા ગીરવતસિંહે હાથમાંની પાઈપ દેવાભાઈ રબારીના મોંઢા પર મારી ઈજા પહોંચાડી હતી.

(5:57 pm IST)