Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સુરતના ઈચ્છાપોરમાં ત્રણ સંતાનની પરપ્રાંતીય માતાને પ્રેમજાળમાં ફસાવી નરાધમે શારીરિક હવસ સંતોષી તરછોડી દેતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ઈચ્છાપોર ગામ વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય ત્રણ સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી પોતાની સાથે રાખવાની લાલચ આપી શહેરના અલગ-અલગ વિસ્તાર અને ઇકો કારમાં બનેવીને ત્યાં લઇ જઇ શારિરીક સંબંધ બાંધનાર કથિત પ્રેમીને મળવાનો ઇન્કાર કરી દેતા મોબાઇલ ફોન તોડી નાંખી સંતાન સહિત તમામને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો ઇચ્છાપોર પોલીસ મથકમાં પહોંચ્યો છે.
ઈચ્છાપોર ગામ ક્રિષ્ણાનગર સોસાયટીમાં રહેતો અને રિલાયન્સ કંપનીમાં વોર્પીગ મશીન ચલાવવાનું કામ કરતા જીગર ગણપત પટેલ ગામ વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી હતી. જીગરે પરપ્રાંતિય પરિણીતાને પોતાની સાથે રાખશે તેવી લાલચ આપી શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફરવા લઇ જતો અને શારિરીક સંબંધ પણ બાંધતો હતો. પરિણીતાનો પતિ વિદેશમાં નોકરી કરતો હોવાથી બંન્ને બિન્દાસ્તપણે હરતા-ફરતા હતા. દરમ્યાનમાં પંદરેક દિવસ અગાઉ ફરવા લઇ જવાના બ્હાને જીગર તેના બનેવી મનિષ પટેલ (રહે. પીંજરત ગામ) ની ઇકો કારમાં આવ્યો હતો અને પીંજરત ગામ લઇ ગયો હતો. જયાં પણ જીગરે પરિણીતા સાથે જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યો હતો. પરંતુ તે દરમ્યાન બંન્ને વચ્ચે ઝઘડો થતા જીગરે પરિણીતા અને તેના ત્રણ સંતાનને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ ચારેક દિવસ અગાઉ જીગરે પુનઃ પરિણીતાને રાત્રીના સમયે મળવા બોલાવી હતી પરંતુ પરિણીતાએ ઇન્કાર કરી દેતા માર માર્યો હતો અને તેનો મોબાઇલ ફોન તોડી નાંખી રૂા. 10 હજારનું નુકશાન કર્યુ હતું. જેથી છેવટે પરિણીતાએ જીગર અને પીંજરત ગામ લઇ જવામાં મદદ કરનાર બનેવી મનિષ પટેલ વિરૂધ્ધ ઇચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:52 pm IST)