Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સુરતના અમરોલી નજીક ઓનલાઇન શોપિંગની દુકાનમાં જુગાર રમતા ત્રણ મહિલા સહીત 10 અન્ય શખ્સોની રંગે હાથે ધરપકડ

સુરત:અમરોલી-સાયણ રોડ સ્થિત સીટી હાર્ટ કોમ્પ્લેક્ષમાં ઓનલાઇન શોપીંગની દુકાનમાં જુગાર રમતા દુકાનદાર ઉપરાંત ત્રણ મહિલા સહિત 10 જણાને રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી રૂા. 27,500ની મત્તા કબ્જે લીધી હતી.

બાતમીના આધારે અમરોલી પોલીસે સાયણ રોડ સ્થિત સીટી હાર્ટ કોમ્પ્લેક્ષની દુકાન નં. 243 માં દરોડા પાડયા હતા. દુકાનમાં એમેઝોન ઓનલાઇનનો ધંધો કરતા નિલેશ કરશન ભાલાળા (રહે. માણકી રેસીડન્સી, સાયણ રોડ) ઉપરાંત ઓનલાઇન શોપીંગ કરી વેચાણ કરનાર તેના મિત્ર ધવલ રમેશ પટેલ (રહે. ગોપીનાથજી, સાયણ રોડ), જયંતી વલ્લભ કાપડીયા (રહે. દાદા ભગવાન કોમ્પ્લેક્ષ, કામરેજ), દર્શન જયંતી પટેલ (રહે. અક્ષર હાઇટ્સ, ડભોલી ચાર રસ્તા), એમ્બ્રોડરી કારખાનેદાર વિજય ધીરૂ પટેલ (રહે. જે.કે.પી સોસાયટી, ધનમોરા ચાર રસ્તા, કતારગામ), વિશાલ ધનજી કાનાણી (રહે. ભરત વાટિકા સોસાયટી, ક્રોઝવે રોડ, સિંગણપોર), હર્ષદ વાલજી ઢાકેચા (રહે. જે.કે.પી સોસાયટી, ધનમોરા ચાર રસ્તા, કતારગામ) અને ત્રણ ગૃહિણી આશાબેન દિપક બોરીયા (રહે. રેશમ ભવન, કુબેરનગર, એલ.એચ. રોડ, વરાછા), જોશનાબેન રણજીત દેવડા (રહે. કુબેરનગર, એલ.એચ. રોડ, વરાછા) અને મંજુબેન જમનભાઇ અકબરી (રહે. ઓપેરા એપાર્ટમેન્ટ, સાયણ રોડ) ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી જુગારની રમતના અને અંગ જડતીના મળી કુલ રૂા. 27,500ની મત્તા કબ્જે લઇ જુગાર ધારા હેઠળ તમામની ધરપકડ કરી હતી.

(5:51 pm IST)