Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ડભોઇ તાલુકાના ગામમાં હવસખોર જમાઈએ સાળી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા અરેરાટી મચી જવા પામી

વડોદરા:જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં હવસખોર જમાઇએ આચરેલા કાળા કરતૂતના કારણે એક પરિવારને કફોડી સ્થિતિમાં મુકાઇ જવાનો વખત આવ્યો છે.

મોટી પુત્રીના લગ્ન કરાવી સામાજિક જવાબદારી હળવી કરનાર સામાન્ય વર્ગનું એક પરિવાર બીજી પુત્રી પુખ્ત વયની થાય અને તેના હાથ પણ પીળા કરવામાં આવે તે દિવસોની રાહ જોઇ રહ્યું હતું.તે  દરમિયાન પરિણીત  પુત્રી મહિના પહેલાં  પ્રસુતિ માટે પિયરમાં આવી હતી.

વખતે સગર્ભા દીકરીની સાથે જમાઇ પણ રહેવા આવ્યા હતા.દીકરીની લાગણીના કારણે પરિવારે જમાઇને  ઘર જમાઇ તરીકે રાખી લીધા હતા.પરંતુ હવસખોર જમાઇની નજર તેની ૧૫ વર્ષની ઉંમરની સાળી પર હતી.ઘરમાં કોઇ ના હોય ત્યારે એકલતાનો લાભ લઇ જમાઇ સાળી પર બળાત્કાર ગુજારતો હતો.જેથી મહિના પહેલાં સાળી પણ પ્રેગનન્ટ થઇ હતી.

(5:50 pm IST)