Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

અમદાવાદની સોલા પોલીસે માહિતીના આધારે બોલેરોમાં લઈ જવાતા 10 પશુઓને કતલખાને જતા બચાવ્યા

અમદાવાદ: શહેરની સોલા પોલીસને માહિતી મળી હતી કે, બોલેરો પીકપ વાહનમાં અડાલજથી ગોતા તરફથી પશુઓ ભરીને કતલખાને લઈ જવાઈ રહ્યાં છે જેને આધારે પોલીસે સોલા ભાગવત ચાર રસ્તા પર બોલેરો પીકઅપ વાનને અટકાવી હતી. તપાસ કરતા અંદરથી 10 પશુઓ મળી આવી હતી.

આરોપીઓ પશુઓને ઘાસચારા કે પાણીની સુવિધા વગર ક્રુરતાપૂર્વક બાંધીને કતલ કરવાના હેતુથી બેરામપુરા લઈ રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે કેસમાં બોલેરો પીકપના ડ્રાઈવર બસીર યાકુબભાઈ શેખ અને ક્લીનર તેજ મોહમ્મદ શેર મહમદ મેવની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:50 pm IST)