Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

અમદાવાદ મણીનગર સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાનના 11 જેટલા સંતોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

અમદાવાદ: અમદાવાદમાં કોરોના પ્રસરી રહ્યો છે, પણ થોડા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ૧૧ જેટલા સંતો કોરોનાથી સંક્રમિત થયા છે. ૧૧ જેટલા સંતોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ તમામ સંતોના સ્વાસ્થ્ય સુધારા પર છે. પરંતુ 11 ભક્તોને કોરોના થતા બાકીના સંતોને મંદિરમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ તકેદારીના તમામ પગલા મંદિરમાં લેવામાં આવ્યા છે.

તો નડિયાદ સંતરામ મંદિરમાં રસોડા વિભાગના મહારાજ શ્રી દેવલોક પામ્યા છે. નામદાસ મહારાજનો આત્મા મહારાજશ્રીની અખંડ જ્યોતમાં લીન થયો છે. 76 વર્ષની ઉંમરે મહારાજશ્રી દેવલોક પામ્યા છે. ત્યારે મંદિરમાં મહારાજ શ્રીનો પાર્થિવ દેહ દર્શન માટે મુકાયો છે. બપોરે ૧૨ વાગ્યે માહારાજ શ્રીને સમાધિ આપવામાં આવશે. જેથી આ પહેલા અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં છે.

ગત 24 કલાકમાં રાજ્યમાં  620 નવા દર્દી નોંધાયા છે. જેમાં 619 દર્દી નવા નોંધાયા છે. જ્યારે 422 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,73,663 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 20 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાંથી અમદાવાદ કોર્પોરેશનના 9 લોકોના મોત નિપજ્યા છે. તો અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 15 કેસ સાથે કોરોનાના કેસ 829 થયા છે. 24 કલાકમાં એક પણ દર્દીનુ મોત થયું નથી. અત્યાર સુધી કુલ 54 લોકોના મોત નિપજ્યાં છે. 

(5:10 pm IST)