Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

અમદાવાદમાં કોરોનાગ્રસ્‍ત પ્રેમિકાના કવોરેન્‍ટાઇન પરિવારના ઘરે જઇને પ્રેમીની ધમકીઃ તમારી દિકરી સાથે લગ્ન કરાવો નહીં તો હાથની નસ કાપીને આત્‍મહત્‍યા કરી લઇશ

અમદાવાદ: કોરોનાગ્રસ્ત પ્રેમિકાના ક્વોરન્ટાઈન પરિવારને ઘરે જઈ પ્રેમીએ ધમકી આપ્યાનો કિસ્સો વેજલપુર વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. પ્રેમીએ પ્રેમિકા સાથે વાત કરવાની માંગણી કરી હતી. પ્રેમીએ પોતાના પ્રેમનો એકરાર કરી પરિવારને તમારી દીકરી સાથે લગ્ન કરાવો નહીતો હાથની નસ કાપી આત્મહત્યા કરીશ તેવી ધમકી આપી હતી. યુવતીના ભાઈએ પોલીસ બોલાવતા પ્રેમી રફુચક્કર થઈ ગયો હતો.

વેજલપુર વિસ્તારમાં રહેતી પાયલ (નામ બદલ્યું છે)ને 14 દિવસ અગાઉ કોરોના પોઝિટિવ આવતા તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ પાયલના પરિવારના સભ્યો ક્વોરન્ટાઇન થયા હતા. દરમિયાન મંગળવારે સાંજે પાયલના ઘરે એક યુવક પહોંચી ગયો હતો. આ યુવકે પાયલને પ્રેમ કરતો હોવાનું જણાવી પ્રેમિકાને મળવાની ઈચ્છા ઘરના સભ્યો સમક્ષ વ્યક્ત કરી હતી. જોકે યુવકને પરીવારે ત્યાંથી નીકળી જવાનું કહેતાં યુવક ઉશ્કેરાયો હતો. યુવકે અપશબ્દો બોલવાનું શરૂ કરી પરિવારને ધમકી આપી કે તમારી દીકરીને પ્રેમ કરું છું, તેની સાથે લગ્ન કરવા માગું છું. લગ્ન નહીં કરાવો તો હાથની નસ કાપી આત્મહત્યા કરી લઈશ.

પાયલના ભાઈએ આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પ્રેમી ફરાર થઈ ગયો હતો. વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે .

(5:04 pm IST)