Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સિવિલની બે હોસ્પિટલમાં કોરોનાની સારવાર બંધ

અમદાવાદ સિવિલની બે હોસ્પિટલમાં સારવાર બંધ : કોરોનાનાં કેસ ઘટતા હોવાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ નિર્ણયથી લોકોને નવાઈ લાગી છે

અમદાવાદ, તા. ૧ : સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણનાં કેસ વધતા જ જઈ રહ્યાં છે. એમાંય અમદાવાદ અને સુરતમાં તો કોરોનાનાં કેસ ઘટવાનું નામ જ નથી લઈ રહ્યાં ત્યારે એવામાં કોરોના મહામારીનું એપી સેન્ટર કહેવાતા અમદાવાદમાં ઁન્ ત્રિવેદી કિડની ઈન્સ્ટીટ્યૂટ અને ગુજરાત કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર બંધ કરી દેવામાં આવી છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં આવેલી HL ત્રિવેદી કિડની ઈન્સ્ટીટ્યૂટ અને ગુજરાત કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર બંધ કરી દેવાઈ છે પરંતુ ત્યાં કેન્સર અને કિડનીની સારવાર ચાલુ રહેશે. અમદાવાદમાં કોરોનાનાં કેસ ઘટતા હોવાંને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ નિર્ણયથી ઘણાં લોકોને નવાઈ લાગી છે. પરંતુ હવેથી સિવિલ કેમ્પસની કિડની અને કેન્સર હોસ્પિટલમાં કોરોનાનાં નવા દર્દીઓ મોકલવામાં નહીં આવે.

હાલમાં કોરોનાનાં વધતા જતા સંક્રમણને કારણે અન્ય રાજ્યોમાં હોસ્પિટલોમાં બેડ ખૂટી જતાં ત્યાં તાત્કાલિક બેડ ઊભા કરવામાં આવી રહ્યાં છે. એવા સમયમાં હાલમાં અમદાવાદમાં કોરોનાનાં કેસ ધીમે-ધીમે ઘટી રહ્યાં છે અને રિક્વરી પણ વધવા લાગતા હવે કોરોનાનાં વોર્ડ ઓછાં કરવામાં આવી રહ્યાં છે. જેમાં સિવિલ કેમ્પસની કિડની અને કેન્સર હોસ્પિટલમાં કોરોનાની સારવાર બંધ કરાતા હવેથી કોરોનાનાં નવા દર્દીઓ ત્યાં મોકલવામાં નહીં આવે.

સિવિલ હોસ્પિટલનાં સ્પેશિયલ ઓફિસર તરીકે નિમણૂંક પામેલા ડો. એમ. એમ. પ્રભાકરે આ અંગે જણાવ્યું હતું કે, "પહેલાં હોસ્પિટલમાં દર્દીઓ વધારે હતાં. પરંતુ હવે સિવિલ હોસ્પિટલમાં આવેલી કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલમાં કોરોનાનાં નવા દર્દીઓને મોકલવામાં આવશે નહીં. જેને કારણે કોરોનાની સારવાર હાલ ત્યાં કરવામાં નહીં આવે."

ગુજરાતનાં પાડોશી રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં હાલ કોરોનાની સારવાર માટે નવી હોસ્પિટલ અને બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે એવામાં ગુજરાતમાં સતત રિકવરી રેટ વધતા અને નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી HL ત્રિવેદી કિડની ઈન્સ્ટીટ્યૂટ અને ગુજરાત કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં હવેથી કોરોનાનાં દર્દીઓ મોકલવામાં આવશે નહીં.

(7:54 pm IST)