Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી માફી અંગે આજે કેબીનેટ નિર્ણય લેશે ?

  ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર ' ફી ભરવા' માટે દબાણ થઈ રહ્યું છે. બીજી તરફ વાલીઓ 'ફી માફી' માટે માગ કરી રહ્યા છે ત્યારે  રૂપાણી સરકાર આ મુદ્દે આજે કોઇ મહત્વનો નિર્ણય લે તેવી શકયતા હોવાનું એબીપી અસ્મીતાના હેવાલમાં પ્રસિધ્ધ થયું છે.

  આજની કેબીનેટ બેઠકમાં રાજયમાં કોરોનાની પરિસ્થિતિ, કોરોનાન વધતા કેસોને કારણે શું વ્યૂહરચના અપનાવવી, ખેડૂતોના પ્રશ્નો, વાવેતર પહેલાં વરસાદની સ્થિતીની સમીક્ષા, વાવેતર વિસ્તાર અને પાકની ચર્ચા કરાશે. આ ઉપરાંત રાજયની અંદર ચાલી રહેલા વાલીઓનો સ્કૂલ ફી માફી આંદોલન સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. આ મુદ્દે કોઈ નક્કર નિર્ણય લેવાય તેવી શકયતા પણ સૂત્રો વ્યકત કરી રહ્યાં છે. આ બેઠકમાં રાજય સરકાર દ્વારા મોટા નીતિવિષયક નિર્ણયો પણ લેવાઈ શકે છે.  રાજયમાં  અનલોક ટુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તે મુદ્દે પણ કેબિનેટ બેઠકની બેઠકમાં સમીક્ષા થશે.

(3:58 pm IST)