Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

૯ મી જુલાઇથી ડીગ્રી એન્જીનીયરીંગ કોર્ષમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી

રજીસ્ટ્રેશન, ફી પેમેન્ટ અને વેરીફીકેશન સહીત તમામ કાર્યવાહી ઓનલાઇન થશે

અમદાવાદ, તા., ૧: ગુજરાતની ઇજનેરી કોલેજના પ્રવેશ માટે આ વર્ષે પ્રથમવાર ગુજકેટ નંબર વગર તા.૯ મી જુલાઇથી ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી શરૂ થશે.

ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ પછીના ડીગ્રી એન્જીનીયરીંગ કોર્ષમાં પ્રવેશ માટે રાજય સરકારે એડમીશન કમીટી બનાવી તેના વિધિવત પ્રવેશ કાર્યવાહીની તારીખ જાહેર થઇ છે. જે મુજબ તા.૯ મી જુલાઇથી ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેે ઓનલાઇન સેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. આ વર્ષે વિદ્યાર્થી પીન નંબર વગર જ રજીસ્ટ્રેશન કરી શકશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૮ ઓગષ્ટ સુધી ચાલશે. નવો પ્રવેશ કાર્યક્રમ થોડા દિવસો બાદ જાહેર થશે.

ગુજરાત રાજયમાં આવેલી સરકારી, ગ્રાન્ટેડ ડીગ્રી કોલેજો અને ખાનગી ઇજનેરી કોલેજોમાં ધો.૧ર સાયન્સ બાદ ગુજકેટ પરીક્ષાના પરીણામોના આધારે થતી હતી. આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા એડમીશન કમીટી ફોર પ્રોફેશ્નલ કોર્ષ દ્વારા તા.૯ જુલાઇથી ઓનલાઇન રજીસ્ટ્રેશન થશે. ઙ્ગ

ગુજરાત રાજયમાં ખાનગી સરકારી કોલેજ ઉપરાંત ખાનગી યુનિવર્સિટીનાં કુલ ૬૬ હજાર બેઠકો ઉપર પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે. તમામ કાર્યવાહી ઓનલાઇન થશે.

(3:58 pm IST)