Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ગાયને રોટલી ખવડાવવાનું મહિલાને ૭૦ હજારમાં પડયું

વ્યાપ્તિબેન પટેલના ગળામાંથી બાઇક સવારો ચેઇન લુંટી ગયાઃ પોલીસે તપાસ આદરી

અમદાવાદ તા. ૧: લોકડાઉન બાદ શહેરભરમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો જોવા મળી રહ્યો છે. સોલામાં એક યુવતી ગાયને રોટલી ખવડાવવા ગઇ ત્યારે તેની પાસે બાઇક પર સવાર ચેઇન સનેચરો આવ્યા અને યુવતીના ગળામાંથી ૭૦ હજારની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. પોલીસે આ મામલે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સોલામાં આવેલા સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ૪૦ વર્ષીય વ્યાપ્તિબહેન પટેલ કામ પતાવીને ફલેટ પાસે આવ્યા હતા. ત્યાં ગાયને રોટલી ખવડાવીને તેઓ ઘરે જતા હતા. તેવામાં ભાગવત વિદ્યાપીઠ પાસે જ બે બાઇક સવાર અચાનક તેમની પાસે આવી ગયા હતા.

હજુ તો વ્યાપ્તિબહેન કંઇ જાણે તે પહેલા જ આ બાઇક પર આવેલા બે લોકોએ તેમના ગળામાં હાથ નાખીને ૭૦ હજારની મતાની પેડન્ટ સાથેની સોનાની ચેઇન લૂંટી લીધી હતી.

સોલા પોલીસે આ મામલે આઇપીસી ૩૭૯ એ (૩), ૧૧૪ મુજબ ફરીયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(3:57 pm IST)