Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

અમદાવાદ ચાયના માર્કેટ નજીક કરણી સેનાનું વિરોધ પ્રદર્શન : ચાઈનીઝ વસ્તુઓની તોડફોડ

એક માસમાં ચાઇનાનો માલ વેચી દુકાનો ખાલી કરી અન્ય માલ વહેંચવાની ચીમકી આપી.

અમદાવાદ : ભારત અને ચીન વચ્ચે સીમા મુદ્દે ઘર્ષણ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. બોર્ડર પર સૈનિકો શહીદ થયા છે આજે બપોરે અમદાવાદની ચાયના બજારમાં કરણીસેનાના કાર્યકરો પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વેપારીઓની દુકાનમાં રહેલા ચાઈનીઝ વસ્તુઓની તોડફોડ કરી હતી. કરણી સેનાએ એક માસમાં ચાઇનાનો માલ વેચી દુકાનો ખાલી કરી અન્ય માલ વહેંચવાની ચીમકી આપી.

(1:39 pm IST)