Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

રાજ્યના સૌથી મોટી ચાઈના બઝારમાં મોટું પરિવર્તન : વેપારીઓ હટાવા લાગ્યા છે “Made In China” ના બોર્ડ

વેપારીઓએ ચાઈનીઝ વસ્તુઓના બોર્ડ કાઢ્યા તો કેટલાકે બોર્ડની પર કપડાં ઢાંકી દીધા

અમદાવાદ : અમદાવાદમાં ગુજરાતના સૌથી મોટા ચાઈના બઝાર છે ગાંધી રોડ અને રિલીફ પર સૌથી વધુ ચાઈનીઝ વસ્તુનું વેચાણ થાય છે. ત્યારે આ રોડ પર વેપારીઓએ ચાઈનીઝ વસ્તુઓના બોર્ડ હટાવ્યા અને ચાઈનીઝ બોર્ડની પર કપડાં ઢાંકી દીધા છે.પ્રજાના રોષનો ભોગ વેપારી ન બને તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જ્યાં મેડ ઈન ચાઈનાના બોર્ડ જોવા મળતા હતા ત્યાં મેડ ઈન ઇન્ડિયાનાં બોર્ડ પણ જોવા મળી રહ્યા છે. ચીનની ચીજ વસ્તુઓમાં બહિષ્કારની મુહિમ વચ્ચે રિલીફ રોડ મોબાઈલ માર્કેટમાંથી આ ફેરફારો જોવા મળ્યા છે .

નામાંકિત મોબાઈલ ઉત્પાદન કરતી ચીનના પોસ્ટર પર પણ મેડ ઇન ઇન્ડિયાનું પોસ્ટર જોવા મળી રહ્યું છે, ચાઈનીઝ વસ્તુની બહિષ્કાર વચ્ચે બજારો ખાલીખમ જોવા મળી છે  વેપારીઓએ પણ નવા ચાઈનાના માલની ખરીદી પર લગાવી રોક લગાવી છે. ત્યારે વેપારીઓ માંગ કરી રહ્યા છે કે,ઓનલાઇન પણ ચાઈનીઝ વસ્તુ ન મેળવી જોઈએ.

(12:52 pm IST)