Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પાટણના જુના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ એપાર્ટમેન્ટની બે થી ત્રણ ત્રણ બાલ્કનીનો સ્લેબ ધરાસાયી : ભારે ફફડાટ

ગ્રાઉન્ડ ફલોરમાં કોઈ પરીવાર રહેતું ન હોઈ મોટી જાનહાનિ ટળી હતી

પાટણ: પાટણના જૂના બસ સ્ટેન્ડ રોડ પર આવેલી જયવીરનગરમાં વીરકુપા એપાર્ટમેન્ટની બેથી ત્રણ બાલ્કનીનો સ્લેબ  ધડાકાભેર તૂટી પડતાં રહીશોમાં ફફડાટ ફેલાયો છે. સવારે વરસાદના આગમનની સાથે જર્જરીત થઈ ગયેલા આ એપાર્ટમેન્ટના આગળના ભાગનો સ્લેબ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. જો કે, આ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં કોઈ પરીવાર રહેતું ન હોઈ મોટી જાનહાનિ ટળી હતી.

જયવીરનગરમાં આવેલા વીરકૃપા એપાર્ટમેન્ટ આશરે ૪૫ વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા. આ એપાર્ટમેન્ટમાં ૩૬ ફલેટોમાં મધ્યમવર્ગના પરીવારો વરસાટ કરતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી આ એપાર્ટમેન્ટની કોઈ માવજત કે સમારકામ ન થવાના કારણે તે જર્જરીત થઈ જવા પામ્યું હતું

(11:54 am IST)