Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

૬ લાખ બાળકોનો ડીજીટલ ટેકનોલોજીની મદદથી શાળા પ્રવેશોત્સવઃ ભૂપેન્દ્રસિંહ

આઇ.આઇ.ટી.ઇના સ્થાપના દિન ઉત્સવની વ્યવસ્થાને બિરદાવતા શિક્ષણમંત્રી

ગાંધીનગર,તા.૧:ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન આઇ.આઇ.ટી.ઇ ગાંધીનગર નવ વર્ષ પૂર્ણ કરીને ૩૦ જૂન, ૨૦૨૦દ્ગક્ન રોજ દશાબ્દી વર્ષમાં પ્રવેશી છે. ટીચર યુનિવર્સિટી તરીકે જાણીતી આઈઆઈટીઈના સ્થાપના દિની ઉજવણી સરકારશ્રીના સૂચનો અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને કરવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય અતિથી પદે ગુજરાત સરકારના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા, તથા અતિથી વિશેષ તરીકે ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પ્રશિક્ષક પ્રો. અરુણ દવેના ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 'કોરોના વાયરસના ફેલાવાને કારણે અટકી પડેલું જનજીવન હવે ધીરે ધીરે પુનઃ શરૂ થઈ રહ્યું છે. આવા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ અને આરોગ્ય વિષયક પૂરતી તકેદારી સાથે આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું આઈઆઈટીઈને અભિનંદન આપું છું. આ કોરોના વેકેશન પછી યોજાયેલો સૌ પ્રથમ પ્રત્યક્ષ કાર્યક્રમ છે.'

'ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પ્રાથમિક શિક્ષણ માટે યોગ્ય ઉંમરે પહોંચેલા બાળકોના પ્રથમ વર્ગમાં પ્રવેશ માટે પ્રવેશોત્સવનું આયોજન થતું રહ્યું છે. આ વર્ષે પણ શિક્ષણ વિભાગે સમગ્ર રાજયના શિક્ષકોની મદદથી શાળા પ્રવેશની યોગ્યતા ધરાવતા બાળકોની સલામતીના નિયમોનું પાલન કરીને પ્રત્યક્ષ યાદી તૈયાર કરીને અત્યાર સુધીમાં લગભગ ૬ લાખ બાળકોને ડિજિટલ ટેકનોલોજીના સમન્વયથી પ્રવેશ આપવામાં આવ્યો છે. બદલાયેલી પરિસ્થિતિમાં બ્લેન્ડેડ એજયુકેશન સિસ્ટમ જ આપણને આ ન્યુ નોર્મલમાં ઉપયોગી થશે.'

આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પ્રશિક્ષક, ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક તથા લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી પ્રો. અરુણ દવેનું શિક્ષક પ્રશિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે પોતાના વકતવ્યમાં અસરકારક સૂચનો કર્યા હતા.

આઈઆઈટીઈના કુલપતિશ્રી ડો. હર્ષદ પટેલે સ્થાપના દિને ટીચર યુનિવર્સિટીના પાંચ મહત્ત્વપૂર્ણ સંકલ્પ જાહેર કર્યા. તેમણે જણાવ્યું હતું કે, 'શેક્ષક પ્રશિક્ષણના વિષયોમાં મેસિવ ઓપન ઓનલાઇન

કોર્સિસ માટેનું વિશિષ્ટ પ્લેટફોર્મ ANGIRA (Academic Networked Global Instructional Resources for Academicians) - 'અંગિરા'ની શરૂઆત કરવામાં આવશે. શિક્ષક પ્રશિક્ષકોના સમ્માન માટેનો વિશિષ્ટ પુરસ્કાર - ચાણકય આઈઆઈટીઈ દ્વારા દર વર્ષે આપવામાં આવશે. આઈઆઈટીઈ સાથે સંકળાયેલી સંસ્થાઓના શિક્ષક પ્રશિક્ષકો માટે ફેકલ્ટી એકસ્ચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. આઈઆઈટીઈના વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સુધીના ઓનલાઇન શિક્ષણને પણ ક્રેડિટમાં તબદીલ કરી શકાશે. આ ઉપરાંત લોકડાઉનને કારણે શિક્ષણ પ્રક્રિયામાં આવેલા બહુઆયામી સંશોધન આધારિત સૂચનોનો એક દસ્તાવેજ સરકારને એક મહિનામાં સોંપવામાં આવશે.'

શિક્ષણમંત્રીશ્રીના હસ્તે ગત વર્ષમાં સેવા નિવૃત્ત્। થયેલા ૬ શિક્ષક પ્રશિક્ષકોનું સમ્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આઈઆઈટીઈમાં નિયુકિત પામેલા બે શિક્ષક પ્રશિક્ષકોને શિક્ષણમંત્રીના હસ્તે નિમણૂકપત્ર આપવામાં આવ્યા હતા.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને ભારતના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇમોદીના વૈશ્વિક કૌશલ્યો અને ભારતીય મૂલ્યો સાથે ઘડાયેલા શિક્ષકો તૈયાર કરવાના વિચારને સાકાર કરવા માટે પ્રતિબદ્ઘ આઈઆઈટીઈના સ્થાપના દિવસની ઉજવણી યુનિવર્સિટીના સંકુલમાં ૧૦૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

(11:21 am IST)