Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સાગબારાના દેવસાકી ગામમાં ખેતરની વાડ બાબતે થયેલી બબાલમાં દાંતરડા વડે હુમલો : 3 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવસાકી ગામમાં ખેતરની વાડ બાબતે થયેલી મગજમારીમાં પાડોશી ખેતર વાળાએ દાંતરડા વડે હુમલો કરતા ઇજા બાદ 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
          પ્રાપ્ત માહિતી અનુસાર દેવસાકી ગામના અમલેશભાઇ બાબુભાઇ વસાવાનું ખેતર બહાદુરભાઇ ગુલમાભાઇ વસાવા ના ખેતરનો એકજ શેઢો હોવાથી બહાદુર વસાવાએ અમલેશ વસાવના ખેતરમા સાત ફુટ જેટલા અંદર આવી વાડ બનાવી દેતા એ બાબતે કહેવા જતા ઝગડો થયો હોય જેમાં બહાદુરે ગંદી ગાળો બોલી હતી જ્યારે અનિતાબેન બહાદુર વસાવા અને ભારતીબેન બહાદુર વસાવા એ અમલેશના માથાના વાળ ખેચ્યા બાદ બહાદુરે દાતરડા વડે હુમલો કરી અમલેશ ના કાનના તથા જમણી આંખની ઉપરના ભાગે મારી ઇજા કરી હોવાની ફરિયાદ અમલેશ વસાવા એ કરતા સાગબારા પોલીસે ઉપરોક્ત ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:28 pm IST)