Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ગાંધીનગરના જાણીતા બિલ્ડર અને વકીલ સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર

આસિસ્ટન્ટનું કામ કરતી અને ભરણપોષણનો કેસ ચાલતા એવી ગર્ભવતી મહિલાને કેફી પદાર્થ પીવડાવીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

 

ગાંધીનગરના જાણીતા બિલ્ડર અને વકીલ સામે ગર્ભવતી મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે  જાણીતા બિલ્ડર અને 200 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા વિશ્વબંધુ પટેલ તથા વકીલ, નોટરી ભગવાન રામચંદ્ર શર્મા સામે એક ગર્ભવતી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

  આ યુવતી ભગવાન રામચંદ્ર શર્મા સાથે આસિસ્ટન્ટનું કામ કરતી હતી. યુવતીએ ફરિયાદમાં વકીલ શર્માની આસિસ્ટન્ટ સ્વાતિ આસુદિયાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ યુવતીનો ભરણપોષણનો કેસ પણ ચાલે છે.
  સિનિયર વકીલે સ્વાતિ આસુદિયા સાથે મળીને તેને કેફી પદાર્થ પીવડાવીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત બિલ્ડરે એકવાર યુવતીને તેને ફ્લેટ આપવાની વાત કરીને એક હોટલમાં બોલાવી હતી ત્યારે તેની સાથે જબરદસ્તી કરી હતી. યુવતીએ કહ્યું હતું કે હું ગર્ભવતી છું છતા હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ સેક્ટર-7 પોલીસને અરજી આપી હતી.પોલીસે ત્રણેય સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

  સિનિયર વકીલ ભગવાન રામચંદ્ર શર્મા 169-2, સે-1, બીમાં રહે છે જ્યારે વિશ્વબંધુ ડાહ્યાલાલ પટેલ પ્લોટ નંબર-633-105, વાસ્તુ નિર્માણ સોસાયટી, સે-22માં રહે છે. યુવતીની ફરિયાદ પ્રમાણે તે ભગવાન રામચંદ્ર શર્મા સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. તેઓએ યુવતીને સેક્ટર-7માં મકાન રહેવા માટે આપ્યુ હતું. બિલ્ડર વિશ્વબંધુ પટેલનો સંપર્ક બી.આર. શર્મા મારફત થયો હતો. અગાઉ યુવતીને માસિક દસ હજાર પગાર અપાતો હતો

પગાર પણ આપવાનો બંધ કરી દીધો

   બાદ વિશ્વબંધુનો કેસ મળતા તેની પાસેથી ફી પેટે મોટી રકમ આવવાની હોવાથી ગાંધીનગરમાં ફ્લેટ અને વ્હીકલની તેમજ હોસ્ટેલ ચલાવવા અને તેમાંથી અડધી આવક આપવાની વાત કરતા પગાર બંધ કરી દીધો હતો
   યુવતી સાથે ગત ઓગષ્ટ 2018માં પ્રથમ વખત બી.આર. શર્માના સેક્ટર-1ના મકાનમાં દુષ્કર્મ આચરાયું હતું. વકીલ તે દિવસે યુવતીને પોતાને ઘરે કામ માટે બોલાવી હતી. આ પછી યુવતી સેક્ટર-1માં વિદ્યાદિપ હોસ્ટેલમાં રહેવા ગઇ હતી. ત્યાં પણ શર્માએ યુવતીને કામ માટે ઘરે બોલાવી નશાયુક્ત પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ આ કામમાં મદદગાર તરીકે સ્વાતી ડાહ્યાલાલ આસુદિયા સામે પણ ફરિયાદ નોંધાવી છે.     યુવતીએ બિલ્ડર વિશ્વબંધુ ડાહ્યાલાલ પટેલ સામે પણ દુષ્કર્મની ફરિયાદ કરી છે. વિશ્વબંધુનો કેસ ભગવાન રામચંદ્ર શર્મા પાસે હોવાથી તેની યુવતી સાથે મુલાકાત થતી હતી. બિલ્ડરે હોસ્ટેલ ચલાવવા તથા ફ્લેટની લાલચ આપી હતી. તેની સાથે 12 મે 2019ના રોજ સેક્ટર-11 સ્થિત હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું

(12:36 am IST)