Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ઉમરેઠના બસ સ્ટેન્ડ નજીક એસટીની હડફેટે બાઇકમાં સવાર મહિલાએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

ઉમરેઠ:શહેરના બસ સ્ટેશન પાસે આજે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતી એક એસટી બસે બાઈકને ટક્કર મારતાં નીચે પટકાયેલી એક મહિલાના માથા ઉપર બસનું વ્હીલ ફરી વળતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતુ. આ અંગે પોલીસે એસટી બસના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

 


અકસ્માતની મળતી વિગતો અનુસાર મોરડ ગામના જલારામ મંદિર પાસે આવેલા રાવળવાસમાં રહેતા રમણભાઈ શંકરભાઈ રાવળ આજે બપોરના સુમારે પોતાની પત્ની કોકિલાબેનને બાઈક નંબર જીજે-૨૩, ડીએ-૯૦૮૪ ઉપર બેસાડીને ડાકોર મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. 

(5:25 pm IST)