Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં યુવકની નિર્મમ હત્યા : 4 યુવકોએ જીવલેણ હુમલો કરતાં યુવકનું મોત

મૃતકની બહેને 4 લોકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ: આરોપીઓને ઝડપી લેવા પોલીસની કવાયત

અમદાવાદમાં ગુનાખોરીની ઘટનાઓ દિવસને દિવસે વધી રહી છે. શહેરમાં હત્યા જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ નજીવી બાબતે જીવલેણ હુમલો કરતા લોકો અચકાતા નથી. ત્યારે આવામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 4 યુવકોએ જીવલેણ હુમલો કરતા એક યુવકનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે હત્યારાઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

  આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.4 યુવકોએ જીવલેણ હુમલો કરતાં યુવકનું મોત થયું છે.ત્યારે મૃતકની બહેને 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેના પગલે પોલીસને હત્યારાઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

(10:56 am IST)