Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

પખવાડીયા પહેલાં મૃતકને ટ્રાન્સફરનો મેસેજ મોકલાયો

સિવિલ છબરડાનો સિલસિલો યથાવત : મૃતકના શરીર ઉપર ગુમ થયેલા દાગીના અંગે પરિવારે પખવાડીયા પહેલા પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો

અમદાવાદ,તા. : અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં સંકલનના અભાવે સતત છબરડાઓના પુનરાવર્તન થવાનો સીલસીલો થંભાતો નથી. એક પખવાડીયા પહેલા દરિયાપુર વિસ્તારના ૬૧ વર્ષિય કિશોર હિરાલાલ શાહનું સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેના ૧૪  દિવસ બાદ સીવીલ હોસ્પિટલે મેસેજ મોકલ્યો કે દર્દીને કોવિડ હોસ્પિટલ અસારવા અમદાવાદ ખાતે જીસીઆરઆઈ (કેન્સર હોસ્પિટલ)માં ટ્રાન્સફર કરેલ છે. ઉલ્લેખનીય બાબત છે કે ૧૪ દિવસ અગાઉ મૃતકના ડેડબોડી પરથી દાગીના ગુમ થયાની પોલીસ ફરિયાદ થયેલ છે. અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી અંગે ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હોવા છતાં બેદરકારીના કિસ્સાઓ રોજ બહાર આવતા રહે છે.

            ૧૪ દિવસ પહેલા દરિયાપુરના ૬૧ વર્ષીય કિશોર હિરાલાલ શાહનું અવસાન થયું હતું. સમયે મૃતકના ડેડબોડી પરથી દાગીના ગુમ થયા હતાં. શરમજનક ઘટના અંગે પોલીસ ફરિયાદ થઈ હતી. હવે ૧૪ દિવસ બાદ ૩૦મેના રોજ .૩૮ કલાકે સિવિલની અસારવાની કેન્સર હોસ્પિટલમાં ટ્રાન્સફર કરે .  અનલોક ખુલતાની સાથે રાજ્યના જીએસટીના તંત્રે અમદાવાદ, સુરત, વડોદરા, સહિત રાજ્યના અનેક શહેરમાં દરોડા પાડી લાખો રૂપિયાની કરચોરીના બિન હિસાબી વ્યવહારો પકડયા હોવાનું જાણવા મળે છે.

             કોરોના મહામારીના પગલે સવા બે મહિનાથી લોકડાઉનની સ્થિતિમાં જો કોઈ સમાચારે વધુ ધ્યાન ખેંચ્યુ હોય તો તમાકુના સેવન કરતા રસિયાઓને પડી રહેલી મુશ્કેલી, તમાકુની બીડી, માવા, સિગારેટ સહિતની વસ્તુઓના કાળાબજારમાં બેથી ત્રણ ગણા ભાવે વેચાયા હોવાની ખબરો અવારનવાર છપાતી રહેતી હતી. લોકડાઉનના માહોલમાં અવરજવર પર આટલી પાબંધી હોવા છતાં મોટાપાયા પર બીડી, માવા સહિતની વસ્તુઓની કાળાબજારી ધુમ કેવી રીતે ચાલતી હતી તે તપાસનો વિષય હતો. આજે રાજ્ય જીએસટી વિભાગે અનલોક થવાના પહેલા દિવસે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, નડીયાદ, વાપી અને કલોલમાં તમાકુ તથા તમાકુના ઉત્પાદનોના વેપારી અને પેઢીઓ મળી ૩૦ સ્થળોએ દરોડા પાડી લાખો રૂપિયાની કરચોરી પકડી છે. એટલુ નહીં જીએસટી તંત્રને રોકડના વ્યવહારો પણ મળી આવતા તપાસ હાથ ધરી છે. બીજી બાજુ તમાકુ તથા તમાકુના ઉત્પાદનના વેપારીના ત્યા પડેલા જીએશટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(10:20 pm IST)