Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

વડોદરામાંથી ઝડપાયું નકલી માર્કશીટનું મસમોટું કૌભાંડ

૫૦ હજાર રૂપિયામાં ડિગ્રીનો સેટ : ફોટો શોપ-કોરલની મદદથી એમએસ યુનિવર્સિટીની અને પારુલ યુનિ.ની બોગસ માર્કશીટ-ડીગ્રી સર્ટીફિકેટ બનાવ્યા

અમદાવાદ,તા. : વડોદરાના ન્યુ સમા રોડ ખાતે નકલી માર્કશીટ વેચી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતા આરોપી મુકેશ પરમારના ઘરે દરોડો પાડી ક્રાઈમ બ્રાંચે નકલી માર્કશીટ સહિતના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ૫૦ હજારમાં ડીગ્રી સર્ટીફીકેટ વેચતો હતો. વડોદરા ક્રાઈમ બ્રાંચે આજે બાતમીના આધારે ન્યૂ સમા રોડ ખાતે અભિલાષા સોસાયટીમાં રહેતા એક વ્યક્તિની બોગસ માર્કશીટો તેમજ સર્ટીફિકેટો કોમ્પ્યુટરમાં ફોટો શોપ તેમજ કોરલ ડ્રો સોફ્ટવેરની મદદથી કોમ્પ્યુટરમાં ફોટો શોપ તેમજ કોરલ ડ્રો સોફ્ટવેરની મદદથી એક વ્યક્તિ એમએસ યુનિવર્સિટીની અને વડોદરા નજીક આવેલ પારુલ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને ડીગ્રી સર્ટીફિકેટો બનાવે છે. ક્રાઈમ બ્રાંચ દરોડો પાડ્યો હતો.

          જેમાં પોલીસે આરોપી મુકેશ પરમારના ઘરેથી પારૂલ યુનિવર્સિટીની બનાવટી નંગ માર્કશીટ, ડીગ્રી સર્ટીફિકેટ તેમજ એમએસ યુનિવર્સિટીની કોરી માર્કશીટ , વિદ્યાકુંજ સ્કુલ વડોદરાના સ્ટેમ્પ નંગ- ઉપરાંત કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્પેમ્પ, મોબાઈલ ફોન, માર્કશીટ સાઈઝના કોરા કાગળો મળી કુલ ૨૮ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી મુકેશ પરમાર ૫૦ હજારની કિંમતે નકલી માર્કશીટ વેચતો હતો. આરોપી અગાઉ પણ નકલી માર્કશીટના કૌભાંડમાં ઝડપાયો હોવાનું જાણવા મળે છે. આરોપીએ કોને નકલી માર્કશીટ અત્યાર સુધીમાં વેચી છે તેની પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:13 pm IST)