Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

રાત્રે અમદાવાદના વાતાવરણમાં પલટો : અનેક વિસ્તારોમાં ગાજવીજ વરસાદ : જમાલપુરમાં કરા પડ્યા: બહેરામપુરામાં વૃક્ષ ધરાશાયી

રાયપુર,અમરાઈવાડી ,દાણીલીમડા,ઈશનપુર, નારોલ,શાહીબાગ, મણિનગર,ઇસનપુર ઘોડાસર, બાપુનગરમાં વરસાદ શરૂ: સીટીએમ. વસ્ત્રાલ રબારી કોલોની પાસે વરસાદી

અમદાવાદ ; આજે રાત્રે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં પવન સાથે ગાજવીજ વરસાદ પડ્યો છે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે

  અમદાવાદના રાયપુર,અમરાઈવાડી, દાણીલીમડા,ઈશનપુર, નારોલ,શાહીબાગ, મણિનગર, ઇસનપુર ઘોડાસર, બાપુનગરમાં વરસાદ શરૂ થયો છે  જમાલપુરમાં કરા પડ્યાના પણ હેવાલ મળે છે  બહેરામપુરામાં વૃક્ષ ધરાશાયી  થયું છે સીટીએમ. વસ્ત્રાલ રબારી કોલોની પાસે વરસાદી છાંટા પડ્યા છે હાટ્કેશ્વરમાં વરસાદી માહોલ છવાયો છે ઘોડાસર અને નિકોલમાં પણ વરસાદ વરસી રહ્યો છે વિવિધ વિસ્તારોમાં પવન સાથે ગાજવીજ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે 

(10:28 pm IST)