Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કેવડિયા છ ગામના આદિવાસીઓના સમર્થનમાં સોમવારે કેવડિયા ગામ સજ્જડ બંધ રહ્યું

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કેવડિયાના છ ગામના લોકોની મુલાકાત લેતા રાજકારણ ગરમાયુ : ગુજરાત સરકાર ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ: સ્ત્રી સશક્તકરણની વાત કરવા વાળી ભાજપ સરકાર બહેનો ને ધક્કા મારે છે : શંકરસિંહ વાઘેલા

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ૬ ગામોમાં તાર-ફેન્સીંગ મામલે સ્થાનિક આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે ૩૦ મેં ના રોજ ગુજરાત કોંગ્રેસ ના ૮ આદિવાસી ધારાસભ્યો અને કોંગ્રેસના આદિવાસી હોદ્દેદારોને ૬ ગામના આદિવાસીઓને મળવા મામલે પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો.આ તમામ ધારા સભ્યો અને કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારોએ રસ્તા પર બેસી પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.આ ઘટનાનો રાજ્યમાં ભારે પડઘો પડ્યો હતો.બીજી બાજુ આદિવાસી ઓના આંદોલનને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હાઈ એલર્ટ કરી દેવાયા હતા

  આ ઘટના બાદ પણ કોંગ્રેસી ધારાસભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ૬ ગામના આદિવાસીઓને મળી વિરોધ કરવાની ચીમકી આપી હતી. જેને પગલે ૩૧ મેં ના રોજ નર્મદા પોલીસે સંભવિત વિરોધને પગલે રાજપીપળા પાસે ની જીતનગર ચોકડી પરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાને અને ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સ્થાપક ડો. પ્રફુલ્લ વસાવા સહિત યુથ કૉંગ્રેસ ના હોદ્દેદારો ને ડિટેઈન કર્યા હતા,બીજી બાજુ કેવડિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં આદીવાસી મહિલાઓ રસ્તા પર ઉતરી પડતા મામલો ગરમાયો હતો.
 આજે કેવડિયા આસપાસ ના છ ગામો ના સમર્થન માં કેવડિયા ના બજારો સજ્જડ બંધ રહ્યા હતા ત્યારે છ ગામોના આદિવાસીઓ ને સજ્જડ બંધ રાખી કેવડિયા વાસીઓએ સમર્થન આપ્યું હતું હાલ કેવડિયા મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં છે ત્યારે આજે પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહ વાઘેલાએ છ ગામોના આદિવાસી ની મુલાકાત લીધી હતી અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા
છ ગામોના અગેવનો ને મળવા આવેલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સરકાર ઉપર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે આદિવાસીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે આ આદિવાસીઓ ની જમીન પડાવી લેવાનો ગુજરાત સરકાર કારશો,ષડયંત્ર રચી રહી છે અહીંના આદિવાસી સમાજ ની મહિલાઓ ને ઘરમાં ઘૂસી ને પકડી પકડી ને પોલીસ વાન માં ધકેલવામાં આવી,અહીંનો મૂળ નિવાસી જળ જમીન જંગલ નો સાચો માલીક એવા આદિવાસી સમાજની જમીન હડપી લેવા માટે સરકારે લોકડાઉન નો દુરુપયોગ કર્યો,એટલે મને થયું કે લાવો આ સમાજના માટે મારે ઉભા રહેવું જોઈએ અને આ સમાજ ક્યારેય જૂઠું ના બોલે ડેમ બનતો હતો ત્યારે પણ આ સમાજે લોકોને પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણી મળે તે માટે જમીનો ગુમાવી છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે સ્ત્રી સશક્તકરણની વાત કરવા વાળી ભાજપ ની સરકાર બહેનો ને ધક્કા મારે છે આ બેહનો પોતાના હક માટે લડે છે,આ મહિલાઓ ને તેમના હક માટે લડવા દો તમે આ બહનો ને ધક્કા મારી પકડી ને જેલમાં પુરી એનો અવાજ બંધ કરશો પણ એ અવાજ બંધ નહિ થાય બલ્કે અવાજ ડબલ કરીને સરકાર ની સામે પડશે એ અવાજમાં હું સુર પુરાવા આવ્યો છું હાઇકોર્ટ નું કેહવુ છે કે ગોરા ગામ ખાતે નિગમની માલિકી ની જમીન માં છ ગામના વસાહતીઓને આદર્શ વસાહત આર્કિટેક્ટ પ્લાનિંગ મુજબ બનાવવી ,આ એ લોકો એ હાઇકોર્ટ માં એફિડેવિટ કરી છે.
આ સાથેજ કહી શકાય કે કેવડિયા છ ગામોની જમીનો ફેનસિંગ મામલે બે દિવસ ધીંગાણું બાદ આમ અચાનક શંકરસિંહ વાઘેલાએ મુલાકાત લેતા ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે

   
(8:24 pm IST)