Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

આજથી રાજપીપળા એસટી ડેપો થી 5 એક્સપ્રેસ બસો પણ દોડતી થતા મુસાફરોને રાહત:જોકે ડેપો સુમસામ

લુણાવાડા,દાહોદ,અંબાજી,જૂનાગઢ,સુરત ની એક્સપ્રેસ અને વડોદરા,ભરૂચ,અંકલેશ્વર,દેડિયાપાડા,કેવડિયા ની લોકલ બસો દોડતી થતા આનંદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોમાંથી 1 જૂન થી એક્સપ્રેસ બસો પણ શરૂ થતાં મુસાફરો માટે રાહત ના સમાચાર કહી શકાય જોકે હજુ એક એક બસ જ શરૂ કરવામાં આવી છે જેમાં એક્સપ્રેસ બસો માં લુણાવાડા, દાહોદ,અંબાજી,જૂનાગઢ,સુરત તેમજ વડોદરા, ભરૂચ, અંકલેશ્વર,દેડિયાપાડા,કેવડિયા ની લોકલ બસો દોડતી થતા કરાઈ છે.

 લોકડાઉન-૫ નો અમલ થતા 1 જૂન થી સમગ્ર રાજ્ય ની સાથે રાજપીપળા એસટી ડેપો માંથી પણ કેટલાક શહેરો માટેની બસો શરૂ થઇ પરંતુ ડેપો ખાલી ખમ ભાસી રહ્યું હતું ત્યારે નિયમ મુજબ એક બસ માં સોસીયલ ડિસ્ટન્સ ના પાલન મુજબ 60% જેટલાજ મુસાફરો બેસાડવા ના હોય તેમાં પણ કેટલાક રુટો ની બસો માં તો માત્ર બે ચાર મુસાફરો જ મુસાફરી કરતા હોય એસટી હાલની સ્થિતિ એ ખોટ ખાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

  પાછલા બે મહિના બસો સદંતર બંધ બાદ હાલ શરૂ કરાયેલી બસો માં પણ નિયમ સાથે મુસાફરો જતા ખોટ ખાઈ રહેલું એસટી વિભાગ આવનારા અમુક વર્ષો સુધી બેઠું નહિ થાય તેમ લાગી રહ્યું છે. જોકે કોરોના મહામારી એ મોટાભાગના રોજગાર ધંધા બંધ રહેતા વેપારી વર્ગ ની કમ્મર બેન્ડ વાળી દીધી હોય લોકોને આર્થિક મુશ્કેલી માંથી બેઠા થતા અમુક વર્ષો લાગશે જ જેમાં ખાસ કરી મધ્યમ, ગરીબ વર્ગ ના લોકો આર્થીક રીતે તદ્દન પડી ભાંગતા દેવાદાર બની ગયા છે.

(8:17 pm IST)