Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

અમદાવાદ:અરવલ્લી જિલ્લામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ આવ્યાની તપાસમાં પોલીસની સંડોવણી બહાર આવતા ખળભળાટ

અમદાવાદ:ગુજરાતમાં ભલે દારૂબંધી હોય, લોક ડાઉન હોવા છતાં બીજા રાજ્યમાંથી ટ્રકો ભરીને ગુજરાતમાં દારૂ ઠલવાઈ રહ્યો છે, અરવલ્લી જિલ્લામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો આશ્ચર્યની વાત એ છે કે પોલીસ તપાસમાં એક પોલીસની સંડોવણી બહાર આવી છે.

વિદેશી દારૂ ભરેલી ટ્રક "કોમલ" નામના કોડથી બેરોકટોક પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઇ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:27 pm IST)